દેશ-વિદેશ
News of Wednesday, 9th September 2020

અલબામામાં રહેનાર એક પરિવારનો જીવ શ્વાને બચાવ્યો

નવી દિલ્હી:અલબામામાં રહેનાર એક પરિવારનો જીવ તેમના જ શ્વાને બચાવ્યો છે એક વેબસાઈટ મુજબ બર્મિઘમ હોમમાં રહેનાર એક ડેરેક વોકરે જણાવ્યું છે કે રાલ્ફ અમૂમન રાત્રીના સમયે અવાજ નથી કરતો  એટલા માટે જયારે તે રાત્રીના સમયે અજીબ પ્રકારના અવાજમાં ભોંકવાનું શરૂ કર્યું તો તે સાંભળીને પરિવારના સભ્યો જોવા  આવ્યા કે ઘટના શું છે અને જયારે પરિવારના સભ્યોએ ત્યાં જઈને જોયું તો  રસોડાના વિભાગમાં આગ ભભૂકી ઉઠી હતી ગ્રિલથી થઈને આખા ઘરમાં આગ ફેલાઈ રહી હતી તો આ પ્રકારે આ પાલતુ શ્વાને અડધી રાત્રે અવાજ કરીને પરિવારના સભ્યોને જગાડીને તેમનો જીવ બચાવ્યો હતો.

(5:40 pm IST)