દેશ-વિદેશ
News of Wednesday, 9th September 2020

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકી હુમલો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજ સવારના સમયે 7.30 વાગ્યાની આસપાસ થયેલ મોટા ધમાકાથી અરેરાટી મચી જવા પામી છે. આ ધમાકો કાબુલના ટાઈમની વિસ્તારમાં થયો હતો આ ધમાકા પછી અવસર પર સુરક્ષાબળોની ટીમને પણ વધારી દેવામાં આવી છે. ઘટના પછી આકાશમાં ધુમાડો ફેલાઈ ગયો હતો જેના કારણોસર સ્થાનિક લોકોને પરેશાની વેઠવાની નોબત આવી હતી.

         મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ  અમરુલ્લાહ સાલેહને નિશાન બનાવીને આ હુમલો  કરવામાં આવ્યો હતો આ હુમલાના કારણોસર  કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

(5:44 pm IST)