દેશ-વિદેશ
News of Saturday, 9th October 2021

અને કહેવાય નસીબ.....બાળકની એક ભૂલના કારણોસર લાગ્યો 7.5 કરોડનો જેકપોટ

નવી દિલ્હી: માણસનું કિસ્મત કયારે પલટી જાય તેનો અંદાજ લગાવો મુશ્કેલ છે. કંઇક આવું જ અમેરિકાના મેરીલેન્ડમાં થયું જ્યાં એક વ્યક્તિ નાનકડી ભૂલના લીધે 7 કરોડ રૂપિયાથી વધુનો માલિક બની ગયો. જી હા તેને 1 મિલિયન ડોલરની લોટરી લાગી ગઇ. વાત એમ છે કે 51 વર્ષના પ્રિન્સ જ્યોર્જે મેરીલેન્ડ લોટરીના અધિકારીઓને કહ્યું કે તેઓ પોતાના દીકરાને સ્કૂલે લેવા જતા હતા. જ્યારે તેમને ખબર પડી કે દીકરાએ કારના દરવાજામાં પોતાનું જેકેટ ફસાવી દીધું છે અને તે જમીન પર ઢસડાઇ રહ્યું છે તો તેને ધોવડાવા નજીકના ડ્રાઇ ક્લિનરની પાસે પહોંચ્યા. તેમણે કહ્યું કે ડ્રાઇ ક્લિનિંગની ઇમરજન્સી સ્થિતિમાં તેમના દીકરાના જેકેટના લીધે 1 મિલિયન ડોલરનો જેકપોટ મળ્યો. પ્રિન્સ જ્યોર્જે કહ્યું કે ત્યાં જ તેમણે દુકાન પર ઉભા રહીને 22 સપ્ટેમ્બરના રોજ ડ્રાઇંગ માટે 2 ડોલરની એક લોટરી ટિકિટ ખરીદી લીધી. શખ્સે કહ્યું કે ત્યારબાદ તે ટિકિટ એક સપ્તાહથી વધુ સમય સુધી તેમના ઘરે પડી રહી. આ બાળકના પિતાએ કહ્યું કે જ્યાં સુધી નક્કી સમય પર તેમણે ટિકિટને પોતાના ફોન પર ચેક કરી તો તેમને ખબર પડી કે તેઓ 1 મિલિયન ડોલર એટલે કે અંદાજે 7,50,70,350 રૂપિયા સુધીનો જેકપોટ લાગ્યો છે. લોટરી જીતનારે કહ્યું કે મને ઝાટકો લાગ્યો અને બેસવું પડ્યું. એ વ્યક્તિએ કહ્યું કે તેઓ લોટરીમાં જીતેલા પૈસામાંથી બાળકો માટે કોલેજની ફી, બિલોની ચૂકવણી, પરિવારના સભ્યોની મદદ કરવા માટે કરશે.

(7:17 pm IST)