દેશ-વિદેશ
News of Monday, 10th January 2022

આફ્રિકા મહાદ્વીપના દેશ નાઇજીરિયામાં યુવતીઓ સાથે કરવામાં આવી રહ્યું છે આ કાર્ય બળજબરીથી

નવી દિલ્હી: દુનિયામાં અનેક ગેરકાયદેસર કામ થાય છે. પરંતુ શું તમે વિચારી શકો છો કે દુનિયાના એક ખૂણામાં એક એવું કામ થાય છે જે તમે વિચારી પણ ન શકો. આફ્રિકા મહાદ્વીપના દેશ નાઈજીરિયામાં આ કામ થાય છે. જેના વિશે તમે જાણીને હક્કાબક્કા રહી જશો.નાઈજીરિયામાં જબરદસ્તીથી યુવતીઓને ગર્ભવતી બનાવવામાં આવે છે અને ત્યારબાદ પેદા થનારા તેમના બાળકોને વેચી દેવાય છે.

ચોંકાવનારી વાત એ છે કે બાળક પેદા કરવા માટે મોટાભાગે સગીરાઓની પસંદગી થાય છે. આ રીતે બાળકોની ફાર્મિંગ કરવામાં આવે છે. Alzajeera માં છપાયેલા એક અહેવાલ મુજબ બેબી ફાર્મિંગનો આ ગેરકાયદેસર વેપલો નાઈજીરિયાના દક્ષિણ-પૂર્વ ભાગમાં ખુબ ફૂલી ફાલી રહ્યો છે. બેબી ફાર્મિંગ માટે માનવ તસ્કરો કાં તો યુવતીઓને કિડનેપ કરે છે અથવા તો તેમને નોકરી અપાવવાના બહાને પોતાની જાળમાં ફસાવે છે. એક પીડિતાએ જણાવ્યું કે કામ અપાવવાના બહાને તેને તેના ગામથી લાવવામાં આવી હતી. અનેક લોકોએ તેનો રેપ કર્યો. ગર્ભવતી થયા બાદ પણ અનેકવાર તેના પર રેપ થયો. તેને ઓછા અજવાળવાળા રૂમમાં રાખવામાં આવી હતી. તેણે અનેકવાર ભાગી જવાનું વિચાર્યું પરંતુ ઘરની બહાર નિગરાણી માટે ગાર્ડ રહે છે આથી તે ભાગી શકી નહીં. રેપ કરતી વખતે તેમને એ વાતનો જરાય ફરક પડતો નથી કે છોકરી 6 અઠવાડિયાથી ગર્ભવતી છે કે પછી 6 મહિનાથી.

(6:22 pm IST)