દેશ-વિદેશ
News of Thursday, 10th September 2020

બોલો, લગ્નમંડપમાં દૂલ્હો લેપટોપ પર ગેમ રમતો રહ્યો અને દુલ્હન તેની સામે જોતી રહી

લંડન, તા.૧૦: વિડિયો ગેમનું વળગણ ભલભલાને સમયભાન ભુલાવી દેતું હોય છે, પણ આ દુલ્હાની તોલે કોઇ ન આવી શકે. લગ્નમંડપમાં બાજુમાં દુલ્હન બેઠી છે અને દુલ્હો લેપટોપ પર ફુટબોલની એક ગેમ રમી રહ્યો છે. બુરાક નામના ૨૮ વર્ષના ભાઇસાહેબ પોતાનાં લગ્ન સમયે કેટલીક વિધિઓને રાહ જોવાની હતી ત્યારે લેપટોપ ગર ગેમ રમવામાં વ્યસ્ત થઇ ગયા અને તેમની સજીધીજીને બેઠેલી દુલ્હન તેની સામે મોં વકાસીને જોઇ રહી હોય એવી તસ્વીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ છે.

વાત જાણે એમ છે કે ટર્કીમાં રહેતા બુરાકે પોતાના વેડીંગ દરમ્યાન તેની ગર્લફ્રેન્ડ સાથેની દોસ્તી અને રીલેશનશિપ કેવી રીતે વધી એ વિશેનો એક વિડીયો બનાવ્યો હતો. લગ્ન સમયે તે પોતાની પરણેતરને એ વિડિયો દેખાડવા માગતો હતો એટલે કિલપ બતાડવા લેપટોપ લઇને જ લગ્નસ્થળે પહોંચયો હતો. જોકે ટેકનિકલ કારણોસર વિડિયો ચલાવવામાં વિલંબ થયો. આ વિરામ દરમ્યાન જે નવરાશનો સમય મળ્યો એમાં બુરાકભાઇ તેમની મનપસંદ ગેમ ખોલીને રમવા લાગ્યા. વેડિંગ ઓર્ગેનાઇઝરોએ અડધો-પોણો કલાક જે રાહ જોવડાવી એમાં ભાઇસાહેબે ફુટબોલની બે-ત્રણ ગેમ રમી લઇને નિરાંતનો દમ ખેંચ્યો હતો.(૨૩.૪)

(9:43 am IST)