દેશ-વિદેશ
News of Friday, 10th September 2021

તો આ કારણોસર મોટાભાગે સવારના સમયે જ આવે છે હાર્ટ એટેક

નવી દિલ્હી: હાર્ટ એટેકના કેસોમાં એવું જોવા મળે છે કે મોટાભાગે હાર્ટ એટેક સવારના સમયે આવે છે. એટલું જ નહીં અનેકવાર તો તે ખુબ જોખમી પણ હોય છે. સ્પેનમાં આ અંગે કરાયેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે મોટાભાગના હાર્ટ એટેક સવારના સમયે આવે છે અને તે પણ ખુબ જ ગંભીર હોઈ શકે છે. રિસર્ચ મુજબ સવારે 6 વાગ્યાથી બપોર વચ્ચે આવનારા એટેક સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. હાર્ટ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ જે લોકોને સવાર સવારમાં હાર્ટ એટેક આવે છે તેમના પર તેની ગંભીર અસર જોવા મળે છે. સવારે 6 વાગ્યાથી લઈને બપોર સુધીમાં આવતો હાર્ટ એટેક સૌથી વધુ જોખમી બને છે. તજજ્ઞોના જણાવ્યાં મુજબ આ સમયે જો હાર્ટ એટેક આવે તો લગભગ 20 ટકા હિસ્સો ડેડ ટિશ્યુમાં ફેરવાઈ જાય છે. જે તે વ્યક્તિને સૌથી વધુ પ્રભાવિત કરે છે. આવું દિવસના બીજા કોઈ પણ સમયે જો હાર્ટ એટેક આવે તો ઓછું બનતું હોય છે. એક્સપર્ટના જણાવ્યાં મુજબ તમારી 24 કલાકની બોડી ક્લોકનો પ્રભાવ અનેક કાર્ડિયોવાસ્ક્યુલર ફિઝિયોલોજિકલ પ્રક્રિયાઓ પર પડે છે. હાર્ટ એટેક પણ તેમાંથી જ એક ઘટના છે. આવું મોટા ભાગે ત્યારે બનતું હોય છે જ્યારે કોઈ વ્યક્તિ ઊંઘમાંથી જાગે છે.

(5:24 pm IST)