દેશ-વિદેશ
News of Friday, 11th June 2021

ચીનમાં આ રીતે થઇ રહ્યો છે ગધેડાનો ઉપયોગ

નવી દિલ્હી: એક જમાના માત્ર વજન ખેંચવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ગધેડા(Donkey )ની કિંમત હવે દવા(Medicine) બનાવવામાં વધતી ઉપયોગીતાએ વધારી દીધી છે. જેમાં પણ વિશ્વભરમાં ગધેડાની વધારે ડિમાન્ડ ચીન(China) કરી રહ્યું છે. તેમજ તે અન્ય દેશોમાંથી મોંધા ભાવે ગધેડા(Donkey )ની ખરીદી કરી રહ્યું છે. પાકિસ્તાનમાં પણ ગધેડા(Donkey )ની સંખ્યામાં ત્રણ વર્ષમાં ત્રણ લાખનો વધારો થયો છે. તેમજ પાકિસ્તાને દર વર્ષે ચીનને 80,000 ગધેડા આપવાની સમજૂતી કરી છે. જેની તે તગડી કિંમત પણ વસુલે છે. તેમજ પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધે તે માટે ચીનની કંપની પાકિસ્તાનમાં ભારે ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે.તેમજ ટ્રેડિશનલ દવા પર વિશ્વાસ કરનારા ચીન(China)માં ગધેડાના માંસથી દવા બનાવવામાં આવે છે. જેની ચીનમાં ખૂબ માંગ છે.

ચીનમાં ઇજિયાઓ(ejiao)નામની દવા ગધેડાની ત્વચામાંથી નીકળતા જિલેટીન પદાર્થમાંથી બનાવવામાં આવે છે. આ દવા જે પરંપરાગત ચાઇનીઝ મેડિસિન (ટીસીએમ) હેઠળ આવે છે. તે શરીરની રોગપ્રતિકારક શકિત વધારવા માટે આપવામાં આવે છે. આ સિવાય સાંધાના દુખાવામાં અસરકારક દવા પણ માનવામાં આવે છે.

(6:03 pm IST)