દેશ-વિદેશ
News of Monday, 13th June 2022

એડલ્ટ પાર્ટી મનાવતી થાઈલેન્ડની મોડલનું અચાનક થયું પાર્ટી દરમ્યાન મોત

નવી દિલ્હી: થાઇલેન્ડની મૉડલ એવજેનિયા સ્મિરનોવાનું એક પાર્ટી દરમિયાન  8માં માણેથી નીચે પડતાં નિધન થયુ હતુ. આ ઘટના 31મેની છે. હવે આ કેસમાં પોલીસે એક અમેરિકી વ્યક્તિ અને 2 અન્ય લોકોની ધરપકડ કરી છે. આ ત્રણેય વ્યક્તિઓ પર ગેરજીમ્મેદાર વર્તનથી મોડેલનો જીવ ગયો હોવાનું કહેવાય છે. આ ઘટના થાઇલેન્ડના ફુકેટના પટમોગ રિજોર્ટમાં બની હતી.જે એક રેડલાઇટ વિસ્તાર છે. અપાર્ટમેન્ટથી 80 ફુટ નીચે પડી ગઇ હતી. થાઇલેન્ડની પોલીસને આ રુસી મોડલના હાથમાંથી વાળ પણ મળ્યા હતા., એવુ માનવામાં આવી રહ્યું હતુ કે,મોડેલને 80 ફુટની ઉંચાઇથી ફેંકવામાં આવી હતી. વેબકેમ મોડેલ એવજેનિયા સ્મિરનોવાના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે, તે ઘણા સોશિયલ સાઇટ્સ પર હતી. જેના દ્વારા તે લાઇવ પણ આવતી હતી, અને પોતાના વિડીયો પણ શેર કરતી હતી. 80 ફુટની ઉંચાઇએથી નીચે પડવાથી મોડેલનું મોત થયુ હતુ, જે બાદ પોલીસને મો઼ડેલના હાથમાંથી વાળ મળી આવ્યા હતા,જેની તપાસ કરતા પોલીસ એ લોકો સુધી પહોંચી શકી જે મોડેલની સાથે હતા. 8માં માળેથી નીચે પટકાતા મોડેલના માથા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેના કારણે તેનો પગ પણ તૂટી ગયો હતો. પોલીસને આ કેસમાં શક છે કે પાર્ટીમાં લોકોએ ડ્રગ્સ લીધા હતા. 

(6:23 pm IST)