News of Thursday, 13th August 2020
કોરોનાથી પણ વધારે ખતરનાક છે આ બીમારી
નવી દિલ્હી: એક એવી બીમારી જે આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહી છે, જે કોરોના વાયરસથી વધારે ખતરનાક અને ઘાતક છે. આ બીમારીથી પીડિત દર્દીઓને હંમેશાં હળવો તાવ રહે છે, બેચેની રહે છે, ખાંસી આવે છે અને અસહનીય દુ:ખાવો થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. એ બીમારીના દર્દીઓને પણ આઈસોલેશનમાં રાખવામાં આવે છે. આ બીમારીના કારણે કોરોના વાયરસથી વધારે લોકો દર વર્ષે આખી દુનિયામાં મૃત્યુ પામે છે. આ બીમારીથી દર વર્ષે આખી દુનિયામાં લગભગ 15 લાખ લોકો મરી જાય છે. એ ભયાનક સંક્રામક બીમારીનું નામ છે ટ્યુબર-ક્યુલોસીસ એટલે કે TB છે. એ અકમાત્ર એવી બીમારી છે જેણે દુનિયાના કોઈ ખૂણાને બાકાત નથી રાખ્યો.
(1:16 pm IST)