દેશ-વિદેશ
News of Saturday, 13th November 2021

અચરજ પમાડતી હકીકત

નોર્વેના લોગ્નઇટરબેન શહેરમાં લોકોને મરવા પર છે બૅન : છેલ્લા ૭૦ વર્ષમાં કોઇનું મૃત્યું નથી થયુ

નવી દિલ્હી,તા.૧૩: દુનિયામાં ઘણી અજીબોગરીબ જગ્યાઓ છે જેના વિશે લોકોને વિશ્વાસ નથી થતો. એવી જ એક અનોખી જગ્યા છે જ્યાં મરવા પર બૅન છે.

સાંભળવામાં અજીબ લાગતી આ વાત ખરેખર સાચી છે. છેલ્લા ૭૦ વર્ષોમાં કોઇ પણ વ્યકિતનું મોત નથી થયું. ક્યાં છે આ જગ્યા અને કેમ લગાવવામાં આવ્યો છે આ બૅન?

આ જગ્યા નોર્વેના એક નાના શહેર લોગ્નઇટરબેનમાં છે. આ શહેરે જાણે મોત પર વિજય મેળવી લીધો હોય તેવું લાગે છે. આ શહેર સ્પિટ્સબર્ગન આઇલેન્ડમાં આવેલું છે. અહીંના પ્રશાસને માત્ર લોકોના મોત પર પ્રતિબંધ લગાવી દીધો છે. કહેવાય છે કે દુનિયાના આ અનોખા શહેરમાં છેલ્લા ૭૦ વર્ષથી કોઈ માણસનું મૃત્યુ થયું નથી. પરંતુ તેની પાછળનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે.

નોર્વેના લોંગયરબાયન શહેરમાં આખું વર્ષ હવામાન ખૂબ ઠંડુ રહે છે. ઠંડીની સિઝનમાં તાપમાન એટલું નીચું થઈ જાય છે કે વ્યકિતનું જીવવું મુશ્કેલ બની જાય છે. જો કોઈનું મૃત્યુ થાય તો પણ ઠંડીના કારણે લાશ વર્ષો સુધી આમ જ પડી રહે છે. લાશ સડતી નથી કે નષ્ટ પણ નથી થતી. માટે લાશને કિલયર કરવામાં જ વર્ષો લાગી જાય છે. જેના કારણે પ્રશાસને મરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

મૃતદેહ જો આ રીતે વર્ષો સુધી પડી રહે તો કોઇ બીમારી ફેલાવાનો ડર રહે છે. માટે જો કોઇ વ્યકિત ગંભીર રીતે બીમાર પડે છે તો તેણે બીજા શહેરમાં શિફ્ટ થઇ જવું પડે છે. મોત થાય તો તે સ્થાન પર જ તેનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે.

વર્ષ ૧૯૧૭માં અહીં એક શખ્સની મોત થઇ હતી જે ઇન્ફ્લુએન્ઝાથી પીડિત હતો. તે ગામના લોકોએ તેને દફનાવ્યો હતો પરંતુ તેના શરીરમાં હજુ પણ તે વાયરલ છે. જેના કારણે પ્રશાસને મરવા પર જ બેન લગાવી દીધો હતો. આ શહેરમાં ૨૦૦૦ લોકોની વસ્તી છે.

(12:54 pm IST)