દેશ-વિદેશ
News of Wednesday, 14th April 2021

બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું

લંડન, તા.૧૪: મની લોન્ડરિંગ અને ત્રાસવાદી તત્વોને નાણાં સહાય કરવાના આરોપના મામલે અનિચ્છનીય એન અત્યંત જોખમી દેશોનો બ્રિટને તૈયાર કરેલી યાદીમાં એણે પાકિસ્તાનનો પણ ઉમેરો કર્યો છે. બ્રિટિશ સરકારના જણાવ્યા મુજબ આ યાદીમાં સામેલ ૨૧ દેશોએ એમના નબળા કરવેરા-નિયંત્રણોને કારણે, ત્રાસવાદી તત્વોને અંકુશમાં રાખવાના અભાવ તથા ત્રાસવાદીઓને નાણાં સહાય કરવાને કારણે તેમજ મની લોન્ડરિંગના આરોપને કારણે જોખમ ખડુ કર્યુ છે. બ્રિટને આવી પહેલી યાદી ૨૦૧૭માં તૈયાર કરી હતી.

બ્રિટિશ સરકારના આ નિર્ણયને પાકિસ્તાને વખોડી કાઢયો છે. તેના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાહિદ હફીઝ ચૌધરીએ કહયું કે આ નિર્ણય હકીકતોને આધારિત નથી, પણ રાજકીય દ્રષ્ટિએ લેવાયો છે.

(3:40 pm IST)