દેશ-વિદેશ
News of Wednesday, 14th April 2021

બ્રાઝિલમાં કોરોનાની સારવાર લઇ રહેલ દર્દીઓને એકલતાનો અનુભવ ન થાય એ માટે નર્સોએ અનોખી રીત શોધી કાઢી

નવી દિલ્હી: હોસ્પિટલમાં એડમિટ દર્દીઓની સંભાળ રાખતા ફ્રન્ટ લાઈન વર્કર્સ એટલે કે ડૉક્ટર્સ અને નર્સ કોરોનાથી સંક્રમિત દર્દીઓની દિવસ-રાત સંભાળ રાખી રહ્યા છે.નર્સની સેવાભાવનો આવો જ એક કિસ્સો બ્રાઝિલમાં સામે આવ્યો છે. દર્દી એકલતા ન અનુભવે તે માટે બ્રાઝિલમાં કોરોનાવાઈરસનો સામનો કરી રહેલા દર્દીઓને રાહત આપવા માટે એક હોસ્પિટલમાં નર્સોએ અનોખી રીત શોધી છે. આ નર્સે બે ગ્લવ્ઝને એકબીજા સાથે બાંધીને તેમની અંદર હળવું ગરમ પાણી ભરી દીધું. તેને તે દર્દીના હાથ પર મૂકી દીધા, જેથી દર્દીને એકલતાનો અહેસાસ ન થાય.સોશિયલ મીડિયા પર આ સમાચાર વાઈરલ થતાં જ આ નર્સની ઘણી પ્રશંસા થઈ રહી છે.

(6:05 pm IST)