દેશ-વિદેશ
News of Friday, 14th May 2021

અમેરિકામાં કોરોના વેક્સીન લઇ ચૂકેલ લોકોને મળશે માસ્ક પહેરવાથી છુટકારો

નવી દિલ્હી: 'રસી લઈ ચૂકેલા લોકો હવે મોટાભાગની જગ્યાઓએ માસ્ક વગર રહી શકશે', અમેરિકાના અધિકારીઓએ આવું કહ્યું એ બાદ રાષ્ટ્રપતિ જો બાઇડને આ દિવસને અમેરિકા માટે 'મોટો દિવસ' ગણાવ્યો છે. આ નવા દિશા-નિર્દેશની જાહેરાત રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના ઓવલ ઑફિસમાં અન્ય સાંસદોની સાથે પોતાનું માસ્ક ઉતારી દીધું. નવા દિશાનિર્દેશો પ્રમાણે લોકો ખુલ્લી હોય કે બંધિયાર, મોટાભાગની જગ્યાઓએ જઈ શકે છે. જોકે, ભીડભાડવાળી બંધ જગ્યાઓ, જેમકે બસ અને વિમાનયાત્રા દરમિયાન અથવા હૉસ્પિટલોમાં હાલ પણ માસ્ક લગાવવાની સલાહ આપવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે જો બાઇડન વહીવટી તંત્ર પર કોરોના વાઇરસને લઈને મૂકેલા પ્રતિબંધો ઓછાં કરવાનું ભારે દબાણ હતું, ખાસ તે લોકો માટે જેમણે કોરોના વાઇરસની રસી રસી લઈ લીધી છે.

(5:02 pm IST)