દેશ-વિદેશ
News of Friday, 14th May 2021

વિકસિત દેશોમાં ઘટાડાનો પ્રવાહ હોવા છતાં આજે દુનિયામાં 6 લાખથી પણ વધુ કોરોનાના કેસ જોવા મળ્યા

નવી દિલ્હી: સમૃદ્ધ દેશોમાં પૂરઝડપે રસીકરણ થવાને કારણે તે દેશોમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટી રહી હોવાને કારણે બધું બરાબર હોવાનો ખોટો સંદેશ જાય છે પણ આજે કોરોના મહામારીને કારણે લાખો લોકો બેહાલ છે અને તેમને રસી સુદ્ધાં ઉપલબ્ધ નથી.

વિક્સિત દેશોમાં ઘટાડાનો પ્રવાહ હોવા છતાં આજે દુનિયામાં દરરોજ લાખ કરતાં વધારે કોરોનાના નવા કેસો નોંધાઇ રહ્યા છે. કોલંબિયા, બ્રાઝિલ અને મલેશિયા જેવા દેશોમાં મહામારી હટવાનું નામ લઇ રહી નથી. દુનિયાના ટાચના આરોગ્ય અધિકારીઓ રસીકરણમાં પ્રવર્તતી અસમાનતાને દૂર કરવા માટે વધારે ઇન્ટરનેશનલ સહકાર સાધવા પર ભાર મુકી રહ્યા છે. દરમ્યાન મુસ્લિમ વિશ્વમાં સતત બીજે વર્ષે ઇદની ઉજવણી કોરોના મહામારીને કારણે મસ્જિદોને બંધ રાખવાની ફરજ પડવાનેકારણે ફિક્કી રહી હતી. ગાઝામાં ઇઝરાયલી યુદ્ધ વિમાનોના બોમ્બમારાને કારણે ઇમારતો ખંડેરમાં ફેરવાઇ રહી છે. હમાસે લોકોને તેમના ઘરમાં નમાજ પઢવાની અપીલ કરી છે અને બહાર ખુલ્લામાં આવવા જણાવ્યું હતું. ઇન્ડોનેશિયા અને મલેશિયામાં સતત બીજા વર્ષે કોરોના મહામારીને કારણે પ્રવાસ પર બંધી હોવાથી લોકો પરંપરાગત રીતે ઇદની ઉજવણી કરવા તેમના વતનોમાં જઇ શક્યા નહોતા.

(5:09 pm IST)