દેશ-વિદેશ
News of Saturday, 14th May 2022

તાલિબાને અફઘાનિસ્તાનના પશ્ચિમી હેરાંત પ્રાંતમાં નવું ફરમાન જાહેર કર્યું

નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાનના પશ્ચિમી હેરાત પ્રાંતમાં લૈંગિક અલગાંવ યોજના લાગુ કરી છે. આ નિયમ લાગુ થયા પછી પુરુષોનો પરિવારના સભ્યોની સાથે રેસ્ટોરાંમાં બેસીને જમવાની મંજૂરી નથી. વર્ચ્યુ અને પ્રિવેન્શન મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમમાં કહેવામાં આવ્યું છે કે પતિ-પત્ની છે, ત્યારે પણ તો રેસ્ટોરાંમાં સાથે નથી બેસી શકતાં, એમ અહેવાલો કહે છે. આમ તાલિબાન નવાં-નવાં ફરમાન જાહેર કરી રહ્યું છે, જેમાં એ ખુલ્લેઆમ માનવ અધિકારો અને મહિલાઓના અધિકારોનું હનન કરી રહ્યા છે. તેમણે મહિલાઓને બુરખા જરૂરી કર્યા પછી પતિ-પત્નીને રેસ્ટોરાંમાં બેસવાનું પણ બંધ કરી દીધું છે. તાલિબાને કોઈ પણ રેસ્ટોરાંમાં પતિ-પત્નીને એકસાથે બેસવાનું અપરાધ ઘોષિત કરી દીધું છે. આવું કરવા પર કડક સજાની વાત કહેવામાં આવી છે. આ મામલે તાલિબાની સરકારના એક અધિકારીએ પુષ્ટિ પણ કરી છે. વળી, રેસ્ટોરાંમાલિકોને મૌખિક રીતે એ ચેતવણી પણ આપવામાં આવી છે. પછી ભલે, એ પતિ-પત્ની હોય, નિયમ બધા પર લાગુ થાય છે.

 

(6:16 pm IST)