દેશ-વિદેશ
News of Wednesday, 14th October 2020

ચીનમાં નાવડી પલટાઈ જતા બેના મૃત્યુ: ચાર લાપતા

નવી દિલ્હી:દક્ષિણ ચીનમાં નંગકા વાવાઝોડાના કારણોસર પાણીમાં ઉતરેલ એક નાવડી પલટાઈ જતા બે લોકોના મૃત્યુ નિપજ્યા છે જયારે અન્ય ટીમના ચાર સભ્ય હજુ સુધી લાપતા હોવાનું માલુમ પડી રહ્યું છે.

             વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  હૈનાન પ્રાંતની રાજધાની હાઈકોમા સાંસા મેરિટાઇમ રેસ્ક્યુ સેન્ટરે જણાવ્યું હતું કે નાવડી ઉત્તર શહેર તરફ આગળ વધી રહી હતી ત્યારે રાત્રીના સમયે પલ્ટી ખાઈ ગઈ હતી લાપતા લોકોને બચાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:28 pm IST)