દેશ-વિદેશ
News of Friday, 15th January 2021

નોર્વેમાં કોરોનાની આ રસી મુકાવ્યા બાદ 13 લોકોને જીવ ગુમાવવાની નોબત આવી

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) વિરુદ્ધ દુનિયાભરના અનેક દેશોમાં લોકોને રસી મૂકવામાં આવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે ફાઈઝર રસી(Pfizer Vaccine) અંગે સવાલ ઉઠવા લાગ્યા છે. કારણ કે નોર્વેમાં સાઈડ ઈફેક્ટ બાદ 13 લોકોના મોત થયા છે. નવા વર્ષથી 4 દિવસ અગાઉ નોર્વેમાં ફાઈઝર રસી મૂકવાની શરૂઆત થઈ હતી અને 67 વર્ષના સવિન એન્ડરસનને પહેલી રસી અપાઈ હતી. ત્યારબાદથી અત્યાર સુધીમાં 33 હજાર લોકોને રસી મૂકાઈ છે. રસીકરણની શરૂઆત સાથે જ જાહેરાત કરી દેવાઈ હતી કે કેટલાક લોકોને સાઈડ ઈફેક્ટ થશે.

         રશિયન સમાચાર એજન્સી સ્પૂતનિકના રિપોર્ટ મુજબ નોર્વેજીયન મેડિસિન એજન્સીએ કહ્યું કે 29 લોકોમાં સાઈડ ઈફેક્ટ જોવા મળી છે જ્યારે રસી અપાયા બાદથી અત્યાર સુધીમાં 23 લોકોના મોતને રસીકરણ સાથે જોડવામાં આવી રહ્યા છે. જો કે અત્યાર સુધી તેમાંથી ફક્ત 13 દર્દીઓની જ તપાસ થઈ છે. એજન્સીના મેડિકલ ડાઈરેક્ટર સ્ટેનાર મેડસેન (Steinar Madsen) એ દેશના રાષ્ટ્રીય પ્રસારક એનઆરકે સાથે વાતચીતમાં કહ્યું કે, '13 મોતમાંથી 9 ગંભીર સાઈડ ઈફેક્ટના કેસ છે.'

(5:02 pm IST)