દેશ-વિદેશ
News of Friday, 15th January 2021

દક્ષિણ આફ્રિકામાં અચાનક ઘરના દરવાજાની બહાર સિંહને જોઈ જતા દંપતી ચોકી ઉઠ્યું

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકા (South Africa)માં સૂઇને ઉઠેલા એક કપલની ઉંઘ ઉડી ગઇ જ્યારે તેમણે સિંહો (Lions)ના એક પરિવારને પોતાના ઘરની બહાર બેઠેલો જોયો. હોડસ્પ્રૂટ (Hoedspruit) વિસ્તારમાં ડેવિડ ડી બીઅર (David de Beer) અને તેમના પત્ની મરિસ્કા જેવા સવારે સૂઇને ઉઠ્યા તેમણે પોતાના દરવાજા પર 6 સિંહ બેઠેલા જોયા. આ સિંહ તેમના ઘરની બહાર આરામ ફરમાવી રહ્યા હતા. આ સિંહોને જોઇ ડેવિડ અને મરિસ્કાના હોંશ ઉડી ગયા.

             ડેવિડ અને મરિસ્તાને જોઇને સિંહો પર પહેલાં કોઇ અસર ના થઇ પરંતુ બાદમાં તેઓ ઉઠી ગયા અને આમ-તેમ ફરવા લાગ્યા. ત્યારબાદ તેઓ હોઇડસ્પ્રૂટ વિસ્તારના જંગલની તરફ જતા રહ્યા. દવોન કંસ્ટ્રકશનના માલિક ડેવિડે કહ્યું કે તેઓ અને તેમની પત્ની મરિસ્કા પોતાના પિતાના ઘરે આવ્યા હતા જેને વેચવાનું હતું. આ દરમ્યાન સવારે તેમના આશ્ચર્યનો પાર ના રહ્યો જ્યારે તેમણે જોયું કે સિંહો એ ઘર પર કબ્જો જમાવી લીધો છે.

(5:05 pm IST)