દેશ-વિદેશ
News of Monday, 15th February 2021

ઉત્તર ઇરાકમાં તુર્કીના ૧૩ નાગરિકોની અપહરણ પછી હત્‍યા

અખાતી દેશોમાં તંગદિલી વધવાનો ભય

અંકારા તા. ૧પઃ તુર્કીએ દાવો કર્યો છે કે ઉત્તર ઇરાકમાં તેના ૧૩ નાગરિકોનું અપહરણ કરાયા પછી તેમની હત્‍યા કરી દેવાઇ છે. તુર્કીના સંરક્ષણ પ્રધાનના આ દાવા પછી ખાડી દેશોમાં તંગદિલી વધારે વધવાનો ભય સેવાઇ રહ્યો છે. તુર્કીના સંરક્ષણ પ્રધાને દાવો કર્યો છે કે તુર્કીના સૈનિકોએ ઉત્તર ઇરાકમાં કુર્દોના વિસતારના એક કોમ્‍પ્‍લેક્ષમાંથી ૧૩ તુર્કી નાગરિકોના શબ મેળવ્‍યા છે. સંરક્ષણ પ્રધાન હુલુસી અકરાર અનુસાર કુર્દિશ વિસ્‍તારમાં ૧૩ તુર્કી નાગરિકોના પહેલા અપહરણ કરાયા હતા અને પછી તે બધાની હત્‍યા કરાઇ હતી. ૧૩માંથી ૧ર લોકોના માથામાં ગોળી મરાઇ હતી જયારે એક નાગરિકના ખભામાં ગોળી મરાઇ હતી.

(4:42 pm IST)