દેશ-વિદેશ
News of Thursday, 15th April 2021

પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ

પુખ્ત વયના સ્ત્રી અને પુરૂષ એક બીજા સાથે જીવન વિતાવવા તૈયાર થાય છે ત્યારે તે લગ્ન કરી લેતા હોય છે પરંતુ અહીં તો એક પિતા તેના બાળક સાથે લગ્ન કરવા તૈયાર થયો છે

ન્યુયોર્ક,તો ૧૫: બે મન મળે એટલે લગ્ન થતા હોય છે. લગ્નમાં બે માણસ જ નહી પરંતુ બે દિલ અને બે પરિવાર પણ જોડાતા હોય છે. ભારતમાં લગ્ન પહેલા દ્યર પરિવાર જોવા જાય છે અને અન્ય લોકો પાસે માહીતી પણ એકઠી કરાવે છે કે આ પરિવાર કેવો છે. જયારે વિદેશોમાં માત્ર છોકરો અને છોકરી પોતાની અન્ડરસ્ટેન્ડિંગ જોઇને લગ્ન કરી લેતા હોય છે. હાલમાં જ ન્યૂ યોર્ક કોર્ટમાં એક શખ્સે પોતાના જ બાળક સાથે લગ્ન કરવાની પરવાનગી માંગી છે.

અપીલમાં શખ્સે લખ્યુ છે કે તેને તેના બાળક સાથે જ પ્રેમ થઇ ગયો છે. તે પોતાની જ સંતાનને પ્રપોઝ કરવા માગે છે પરંતુ તેને ડર છે કે સમાજ તેનો વિરોધ કરશે. સાથે જ તે ઇચ્છે છે કે તેને કોર્ટમાંથી પોતાના સંતાન સાથે લગ્ન કરવાની પરમીશન મળે જેથી ભવિષ્યમાં કોઇ સમસ્યા ન થાય.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલ અપીલમાં અપીલ કરનાર વ્યકિતએ પોતાની ઓળખાણ છુપાવી છે. સાથે જ બંનેનુ જેન્ડર પણ ડિસકલોઝ નથી કર્યુ. આ અપીલ મેનહેટ્ટનના ફેડરલ કોર્ટમાં દાખલ થઇ છે. આ દેશમાં આ પ્રકારના સંબંધો બેન છે. આ પ્રકારના સંબંધોના ખુલાસા પર સમાજમાં ઘણી બદનામી પણ થાય છે.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અપીલમાં શખ્સે લખ્યુ કે લગ્ન બે વ્યકિતનો પર્સનલ મામલો છે. આ લોકોની ફિલીંગ્સ પર આધારિત છે. તેનો નિર્ણય લોકોને પોતાની રીતે લેવાનો હક છે. ન્યૂયોર્કના કાયદા પ્રમાણે જો કોઇ પોતાના પરિવારના સદસ્ય સાથે જ લગ્ન કરે છે અથવા તેની સાથે સંબંધ રાખે છે તો તેને ચાર વર્ષની સજા થશે.

આ પ્રકારનો વિચાર પણ ભારતમાં પાપ માનવામાં આવે છે પરંતુ દાખલ કરાયેલ અપીલમાં કહેવામાં આવ્યુ છે કે તેને પોતાના જ સંતાન સાથે પ્રેમ થઇ ગયો છે અને હવે તેની સાથે પોતાનો સંસાર શરૂ કરવા માંગે છે પરંતુ સમાજમાં બદનામીના ડરથી કોર્ટમાં અપીલ કરી છે કે જો કોર્ટ પરવાનગી આપે તો તે લોકો લગ્ન કરી શકે અને ભવિષ્યમાં કોઇ તકલીફ ન થાય.

(10:26 am IST)