દેશ-વિદેશ
News of Saturday, 15th May 2021

અમેરિકાએ કરી અનોખી પહેલી:રસીકરણના બને ડોઝ લેવા પ્રોત્સાહિત કરવા જાતજાતની ઓફર કરવામાં આવી

નવી દિલ્હી: કોરોના મહામારીને રોકવા માટે વેક્સીનનુ મહત્વ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશનો સમજમાં આવી ગયુ છે અને હવે લોકોને વેક્સીન મુકવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

ભારતમાં એક તરફ સરકાર અને સેલિબ્રિટિઝ લોકોને વેક્સીન મુકાવવા માટે અપીલ કરી રહ્યા છે તો અમેરિકામાં પણ ઘણા લોકો વેક્સીન મુકાવતા ખચકાઈ રહ્યા છે અને તેમને અલગ અલગ શહેરો અને રાજ્યોમાં પ્રોત્સાહિત કરવા માટે જાત જાતની ઓફરો કરવામાં આવી રહી છે.

જાણીને નવાઈ લાગે પણ વેક્સીન મુકાવવા બદલ અમેરિકામાં બેઝબોલ મેચની ટિકિટો, બીયર, ફ્રેન્ચ ફ્રાઈઝ અને ગાંજા સુધીના પ્રલોભનો આપવામાં આવે છે. હવે અમેરિકાનુ એક રાજ્ય તેમાં પણ બે ડગલા આગળ વધી ગયુ છે. અમેરિકાના ઓહાયો રાજયના ગર્વનર માઈક ડ્વીને તાજેતરમાં જ જાહેરાત કરી છે કે, 26 મેથી કોરોના વેક્સીન માટે લોટરી સ્કીમ શરૂ કરવામાં આવશે.

(6:10 pm IST)