બ્રિટનના વૈજ્ઞાનિકોએ બનાવ્યું અનોખું ડિવાઇસ:માત્ર 15જ મિનિટમાં રૂમમાં કોરોના સંક્રમિત હશે તો ધ્યાન થઇ જશે
નવી દિલ્હી: બ્રિટનના વૈજ્ઞાનિકોને એક એવું ડિવાઈસ બનાવવામાં સફળતા મળી છે, જે માત્ર 15 મિનિટમાં જ રૂમમાં કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ હશે તો તેની જાણ કરી દેશે. મોટા રૂમમાં 30 મિનિટ લાગશે. કોરોના સંક્રમિતોની જાણકારી આપનારું આ ડિવાઈસ આવનારા સમયમાં વિમાનના કેબિન, ક્લાસરૂમ, કેર સેન્ટર, ઘરો અને ઓફિસમાં સ્ક્રીનિંગ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેનું નામ કોવિડ અલાર્મ રાખવામાં આવ્યું છે. આ ડિવાઈસ સ્મોક અલાર્મથી થોડું મોટું છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન અને ડરહમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ રિસર્ચના શરૂઆતી પરિણામો આશા જગાવનારા છે. વૈજ્ઞાનિકોએ ટેસ્ટિંગ દરમિયાન દેખાડ્યું છે કે ડિવાઈસમાં પરિણામોની સટીકતા સ્તર 98-100 ટકા સુધી છે. આ કોરોનાના આરટી-પીસીઆર અને એન્ટીજન ટેસ્ટની સરખામણીમાં ઘણું વધઆરે સટીકતાથી કોરોના સંક્રમિતો અંગે જાણકારી આપી રહ્યું છે.