દેશ-વિદેશ
News of Tuesday, 15th June 2021

પશ્ચિમ આફ્રિકામાં એક હાથીના ત્રાસથી લોકોએ ગુસ્સામાં આવી હાથીને મોતનેઘાટ ઉતારી કર્યું આવું વર્તન: જાણીને સહુ કોઈના ઉડી જશે હોશ

નવી દિલ્હી: પશ્ચિમ આફ્રિકામાં એક હાથીના ત્રાસથી લોકો એટલા ગુસ્સામાં ભરાઈ ગયા હતા કે પહેલા તો હાથીને મોતને ઘાટ ઉતારી દીધો અને પછી ગામના લોકો વિશાળકાય હાથીનું ભોજન કરી ગયા. તમને જણાવી દઈએ કે હાથી પશ્ચિમ આફ્રિકામાં બેનિન નેશનલ વાઇલ્ડ લાઈફ પાર્કમાંથી ભાગી ગયો હતો અને નેશનલ પાર્કમાંથી ભાગી ગયા બાદ કાંદી નામના વિસ્તારમાં ફરી રહ્યો હતો. હાથી માર્ચ મહિનાથી વિસ્તારની આસપાસના ગામોમાં ખૂબ એક્ટિવ હતો.

ઘટના બાદ પ્રશાસન ગંભીર થયું અને દક્ષિણ આફ્રિકાની NGO આફ્રિકન પાર્ક રેન્જર્સે હાથીની શોધ કરવાની શરૂઆત કરી દીધી. 27 એપ્રિલના રોજ રેન્જર્સે જણાવ્યું હતું કે હાથીને મારી નાખવામાં આવ્યો છે. ત્યારબાદ રેન્જર્સના કર્મચારીઓએ હાથીની ચીર-ફાડ કરી અને તેનું માંસ લોકોમાં વહેંચી આપ્યું હતું. સોશિયલ મીડિયા પર લોકોની તસવીર વાયરલ થઈ રહી હતી. રિપોર્ટ્સ મુજબ રેન્જર્સ ઈચ્છતા હોવા છતા હાથીને મારવો પડ્યો, કેમ કે સ્થાનિક લોકો માટે તે જોખમી બની ચૂક્યો હતો.

(6:27 pm IST)