દેશ-વિદેશ
News of Monday, 16th May 2022

ચીનમાં 55 લાખ કરોડના જીડીપીવાળા શહેરો બંધ થયા હોવાની માહિતી

નવી દિલ્હી: આખી દુનિયા કોવિડ-19 સાથે જીવવાનું શીખી ચૂકી છે, પરંતુ ચીનના રાષ્ટ્રપતિ શી જિન પિંગ ઈચ્છે છે કે તેમનો દેશ તેના વગર કામ ચલાવે. ચીનના વુહાનમાં કોરોના સામે પ્રથમ લડાઈ ઝડપથી જીતી લીધી હતી. માર્ચથી ઠપ પડેલા દેશના મુખ્ય બિઝનેસ સેન્ટર શંઘાઈમાં મોહામારી તરફ સંકેત કરતા શીએ થોડા સપ્તાહ અગાઉ કહ્યું કે, આપણે શાંઘાઈને બચાવવાના સંઘર્ષમં જીતીશું. બીજી તરફ ચીન પર ઝીરો-કોવિડ રણનીતિમાં ફેરફાર કરવાનું દબાણ વધી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, ચીનની વર્તમાન મહામારી નીતિ અસરકારક નથી. એક અર્થશાસ્ત્રીએ આ સ્થિતિની વ્યાખ્યા કરતા તેને ‘ઝીરો ગતિવિધિ અને ઝીરી જીડીપી’ જણાવી છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ નવું રોકાણ કરતાં ખચકાઈ રહી છે. રિસર્ચર ચેતવણી આપી ચૂક્યા છે કે, જો વાઈરસ કાબુ બહાર રહ્યો તો મૃત્યુની સુનામી આવી શકે છે. એક અનુમાન અનુસાર ચીનમાં ગયા મહિને 45 શહેરની લગભગ 40 કરોડ વસતી કોઈને કોઈ પ્રકારના લૉકડાઉન અને પ્રતિબંધો હેઠળ જીવી રહી છે. આ શહેરોનો વાર્ષિક જીડીપી રૂ.55 લાખ કરોડ છે. અર્થશાસ્ત્રીઓ ચિંતિત છે કે, લૉકડાઉનની અસર વિકાસ દર પર થશે. એક અર્થશાસ્ત્રીએ કહ્યું કે, જો લૉકડાઉન વધુ એક મહિનો ચાલ્યું તો મંદી આવી શકે છે. એક મુખ્ય ચીની રોકાણકાર ફ્રેડ હ્યુએ કહ્યું કે, ‘સરકાર માટે રણનીતિ બદલવાનો આ ઉચિત સમય છે. ઝીરો-કોવિડ નીતિથી અર્થતંત્ર બરબાદ થઈ જશે.’

 

(5:49 pm IST)