દેશ-વિદેશ
News of Wednesday, 16th June 2021

ઓએમજી......તો આ કારણોસર યુવક દુલ્હનના વેડિંગ ડ્રેસની અંદર બેસી ગયો

નવી દિલ્હી: રોયેલ લુનેસા બ્રાઈડલ ગાઉન અને ઇવેન્ટ માટે કામ કરે છે. વેડિંગ મેન્યુ પર પવન ઘણો વધારે હતો અને દુલ્હનનું વિશાળ ગાઉન ઉડાઉડ કરતું હતું. આથી રોયેલ પોતે દુલ્હનની અનુમતિ લીધા પતિ વેડિંગ ડ્રેસમાં નીચેની સાઈડ ગોઠવાઈ ગયો હતો. આ મેરેજ 6 જૂનનાં રોજ યોજાયા હતા પણ વેન્યુનો વીડિયો વાઈરલ થતા હવે વેડિંગ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.રોયેલે કહ્યું, વેડિંગ ડ્રેસમાં દુલ્હનને ચાલવામાં તકલીફ પડી રહી હતી, ઉપરથી પવન પણ વધારે હતો આથી મેં દુલ્હનને આઈડિયા આપ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તે વેડિંગ ડ્રેસ એડજસ્ટ કરી રહ્યો છે અને સ્ટેજ સુધી દુલ્હન પહોંચી ગયા પછી તે ફટાફટ ગાઉનમાંથી બહાર નીકળી ગયો. મેરેજમાં હાજર મહેમાનોએ વેડિંગ પ્લાનરને ગાઉનની બહાર નીકળતા જોયો પણ ખરા પણ કોઈને નવાઈ ના લાગી.ન્યૂઝ એજન્સી ન્યૂઝવીક સાથે વાતચીત દરમિયાન રોયેલે કહ્યું, ઘણાને વિશ્વાસ નથી આવી રહ્યો પણ આ વાત સાચી છે. વધારે પવનને લીધે હું ગાઉન બેલેન્સ કરી રહ્યો હતો જેથી દુલ્હનને ચાલવામાં તકલીફ ના થાય. દુલ્હનની પરમિશન લઈને મેં આ કર્યું હતું. વધારે પવનને લીધે તેનો વેડિંગ ડ્રેસ ઊડી જતો હતો અને તે પકડી શકતી નહોતી. વેડિંગ પ્લાનરની આ હેલ્પ પછી દુલ્હને તેનો આભાર માન્યો હતો.

(6:05 pm IST)