દેશ-વિદેશ
News of Wednesday, 16th June 2021

ફ્રાંસની એક અદાલતે જાસૂસી અભિયાન ચલાવવા બદલ એક કંપનીને 12 લાખ ડોલરનો દંડ ફટકાર્યો

નવી દિલ્હી: ફ્રાન્સની એક કોર્ટે ફર્નિચર અને ઘરની સજાવટની વસ્તઓનું વેચાણ કરનારી દિગ્ગજ કંપની આઇકિયા પર ફ્રાન્સમાં સંઘના પ્રતિનિધિઓ, કર્મચારીઓ અને કેટલાક નારાજ ગ્રાહકોની જાસુસી કરવા બદલ ૧૦ લાખ યુરો(૧૨ લાખ ડોલર)નો દંડ ફટકાર્યો છે.

આઇકિયા ફ્રાન્સના બે પૂર્વ એક્ઝિક્યૂટીવને દોષિત ઠેરવવામાં આવ્યા છે દંડની સાથે તેમને સસ્પેન્ડેડ જેલની સજા ફટકારવામાં આવી છે. હાઇ પ્રોફાઇલ કેસમાં ૧૩ અન્ય પ્રતિનિધિઓમાંથી કેટલાકને મુક્ત કરી દેવામાં આવ્યા હતાં અને કેટલાકને સસ્પેન્ડેડ સજા સંભળાવવામાં આવી છે. આ અયોગ્ય કૃત્યનો ખુલાસો કરવામાં મદદ કરનારા આઇકિયાના પૂર્વ કર્મચારી અબેલ અમારાએ ચુકાદાને નાગરિકોની સુરક્ષા માટે મોટો નિર્ણય ગણાવ્યો હતો. તેમણે આ ચુકાદા અંગે જણાવ્યું હતું કે મને આનંદ છે કે ફ્રાન્સમાં ન્યાય છે. વર્સેલિસની કોર્ટના જજને જાણવા મળ્યું હતું કે આઇકિયાની ફ્રેન્ચ સહાયક કંપનીએ ૨૦૦૯થી ૨૦૨૧ની વચ્ચે મુશ્કેલી ઉભી કરનારા કર્મચારીઓને અલગ કરવા અને ફરિયાદ કરનારા ગ્રાહકોની જાસુસી કરાવી હતી.

(6:18 pm IST)