દેશ-વિદેશ
News of Friday, 16th July 2021

તાલિબાને અફઘા નિસ્તાનના આટલા વિસ્તાર પર કબ્જો જમાવ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: ગત સપ્તાહોમાં તાલિબાને અફઘાનિસ્તાનની દક્ષિણ તરફે આવેલા પૂર્વીય પ્રાંતોમાં પોતાના હુમલા વધારી દીધા છે. પહેલા દેશના ઉત્તરી વિસ્તારો પર તેનું ફોક્સ હતું. તેનાથી હવે દેશની 34 પ્રાંતીય રાજધાનીઓમાંથી ઓછામાં ઓછી 20 પર જોખમ મંડરાઈ રહ્યું છે. તાજેતરના હુમલાઓમાં કાબુલના ઉત્તરે આવેલી એક મહત્ત્વની ઘાટીને પોતાના કબજામાં લેવાનું પણ સામેલ છે, જેનાથી દેશની રાજધાની પર જોખમ વધી ગયું છે.સામરિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આમાંથી ઘણાં શહેરો મહત્ત્વનાં છે, કારણ કે તેઓ રાષ્ટ્રીય રાજધાની કાબુલને દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ સાથે જોડનારા રાષ્ટ્રીય રાજમાર્ગો પર સ્થિત છે. આંતરરાષ્ટ્રીય સેના પરત જઈ રહી છે અને શાંતિવાર્તા ઠપ છે, એવામાં ગત પહેલી મેથી તાલિબાને ઘણા જિલ્લાઓ પર કબજો કરી લીધો છે.

(5:28 pm IST)