આ કબુતરની નિલામીની કિંમત જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ
નવી દિલ્હી: બે વર્ષના બેલ્જીયમ રેસિંગ કબુતર એ નીલામી મા રેકોર્ડ તોડ્યો છે. ન્યુ કીમ નામ વાળુ આ કબૂતર ૧.૬ મિલિયન યુરો એટલે કે ૧૮ લાખ ૨૦ હજાર રૂપિયામાં વેંચાયું હતું . જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. સામાન્ય રીતે નર કબૂતરની કિંમત માતા કબુતર થી વધુ હોય છે પરંતુ આ વખતે માદા કબૂતરે રેસમાં બધાને પાછળ છોડી દીધા છે. પાછલા અઠવાડિયે જ આ કબુતર માટે ૧.૩૨ મીલીયનની બોલી લાગી હતી જે પાછલા વર્ષ ના માર્ચ મહિનામાં ૧.૨૫૨ મિલિયન યુરોમાં વેન્ચાયેલ બેલ્જિયમના જ એક કબુતર ની કિંમત થી વધારે છે નીલામીના અંતિમ અડધી કલાકમાં આ કબૂતરની કિંમત ૧ .૬ મિલિયન યુરો પહોંચી હતી અને આ કબૂતર એ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. પીપા ના ફાઉન્ડર અને સીઈઓ નિકોલે કહ્યું હતું કે આ રોકોર્ડ કીમત અવિશ્વસનીય છે. કારણ કે આ એક માદા કબુતર છે. અને સામાન્ય રીતે નરની કીમત માદા ક્બુતરથી વધુ હોય છે. અને ન્યુ કીમ માત્ર બે વર્ષની જ છે . અને તે માત્ર ૨૦૧૮ની રેસમાં સામેલ થઈ હતી આ રેસમાં તેને બેલ્જિયમના બેસ્ટનું ટાઈટલ મળ્યું હતું