દેશ-વિદેશ
News of Wednesday, 17th February 2021

પોલેન્ડમાં આવેલ આ ગામ છે સૌથી વિશાળ:માત્ર 1600 ઘરની જ છે વસ્તી

નવી દિલ્હી: દુનિયાના સૌથી લાંબા અને વિશાળ ગામડાંનું નામ છે સુલોસ્જોવ (suloszowa). જે પોલેન્ડમાં આવેલું છે. ગામડું 9 કિમી લાંબુ અને 150 મીટરની પહોળાઈમાં ફેલાયેલું છે. ગ્રામ્ય વિસ્તારમાં આશરે 1600 ઘર છે. જે રસ્તાની બંને તરફ બનેલા છે. જ્યાં આશરે 6200 લોકો વસવાટ કરે છે. રીપોર્ટ અનુસાર 14મી સદીમાં વસાવવામાં આવેલું ગામ અગાઉ માત્ર 500 મીટરમાં હતું. પણ ધીમે ધીમે એનો વિસ્તાર વધતો ગયો. સાધનો અને સુવિધાઓથી સજ્જ સુલોસ્જોવ ગામમાં હોસ્પિટલ, બેન્ક અને સ્કૂલ પણ છે. ગામની બંને બાજું લીલાછમ ખેતરો આવેલા છે. વસ્તીની દ્રષ્ટિએ બાંગ્લાદેશમાં આવેલું બનિયાચોંગ ગામ સૌથી મોટું ગામડું છે. જ્યાં આશરે 2.40 લાખ લોકો વસવાટ કરે છે. જેમાં 50.84 ટકા પુરૂષો અને 49.16 ટકા મહિલાઓ છે. ત્યાર બાદ ઉત્તર પ્રદેશમાં આવેલું ગહમર નામડું એશિયાનું સૌથી મોટું ગામડું છે. જ્યાં આશરે 1 લાખની વસતી છે. વર્ષ 1530માં ગામડું અસ્તિત્વમાં આવ્યું હોવાના રીપોર્ટ છે. બીજી એક ખાસ વાત છે કે, ગામના પરિવારમાંથી કોઈને કોઈ વ્યક્તિ સૈન્ય પાંખ સાથે જોડાયેલું છે. સુલોસ્જોવ ગામ પોલેન્ડના શહેર ક્રાકોવથી 30 કિમી દૂર આવેલું છે. વર્લ્ડ રૂરલ પ્લાનિંગના એક રીપોર્ટ અનુસાર અહીં ઘણા બધા લોકો ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે. દુનિયાના ગ્રામ્ય વિસ્તારની જ્યારે પણ વાત કરવામાં આવે છે ત્યારે પોલેન્ડના ગામનું નામ અચૂક લેવામાં આવે છે.

(6:30 pm IST)