દેશ-વિદેશ
News of Wednesday, 17th February 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓને બોંબની ટ્રેનિંગ લેવી ભારે પડી:30ના મોત

નવી દિલ્હી: પ્રકૃતિનો નિયમ છે કે ખરાબ કામનું પરિણામ પણ ખરાબ આવે છે. આવું કંઈક અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકવાદીઓ સાથે થયું છે. અફઘાનિસ્તાનમાં એક મસ્જિદની અંદર બોંબ બનાવવાની ટ્રેનિંગ લઈ રહેલાં તાલિબાન આતંકવાદીઓને આ 'કલાસ' ખૂબ મોંઘો પડ્યો છે, ટ્રેનિંગ દરમિયાન બોંબ ધડાકો થતાં 30 તાલિબાન આતંકવાદીઓના મોત થયા છે. અફઘાનિસ્તાનના સૈન્ય અધિકારીઓના કહેવા અનુસાર 6 વિદેશી સહિત 30 આતંકવાદીઓ ઘટનામાં માર્યા ગયા છે.

             વિદેશ આંતકવાદીઓ સુરંગ બનાવવામાં નિષ્ણાત હતા અને શનિવારે એ 26 અન્ય આતંકવાદીઓને બોંબ બનાવવાની ટ્રેનિંગ આપી રહ્યા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર વિસ્ફોટ બાલ્ફ પ્રાંતના દોલતાબાદ જિલ્લાના કુલ્તાક ગામમાં થયો છે. અફઘાન સૈન્યે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે માર્યા ગયેલા 6 વિદેશી આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. ખમ્મા પ્રેસના અહેવાલ અનુસાર તાલિબાન આતંકવાદીઓ એક મસ્જિદની અંદર એકત્ર થયા હતા અને તેમને બોંબ અને આઈઈડી બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી.

(6:31 pm IST)