દેશ-વિદેશ
News of Wednesday, 17th February 2021

યુકેમાં કરવામાં આવી રહ્યું છે ઇલેક્ટ્રિક કારનું પ્રોડક્શન

નવી દિલ્હી: લક્ઝરી કાર બ્રાન્ડ Jaguar 2024 સુધીમાં ઇલેક્ટ્રીક કાર લોન્ચ કરશે. બંધ થવાના આરે ઊભેલી પ્રખ્યાત બ્રાન્ડ અત્યારે સ્ટ્રગલ કરી રહી છે. Tata સાથે ગ્લોબલ બિઝનેસ ટાઈ અપ કર્યા બાદ, તેના બિઝનેસમાં થોડી પ્રગતિ થઈ છે. દુનિયાની આ 86 વર્ષ જૂની પ્રતિષ્ઠિત બ્રાન્ડ હવે ઇલેક્ટ્રીક કારના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પોતાની બધી કારના એન્જીનમાં બદલાવ કરશે. UK ના Solihull માં આકાર લેનાર નવા પ્લાન્ટમાં ઈલેક્ટ્રીક કારનું પ્રોડક્શન કરવામાં આવશે અને જૂના પ્લાન્ટમાં ઈલેક્ટ્રીક કારની બેટરીનું પ્રોડક્શન કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.

            સોસાયટી ઓફ કાર મેન્યુફેક્ચર અને ટ્રેડર્સ, બ્રિટિશ કાર ઈન્ડસ્ટ્રી લોબીએ જણાવ્યું હતું કે, કંપનીના નિર્ણયથી લોકોને ફાયદો પહોંચશે અને માર્કેટમાં કોમ્પિટિશન વધવાથી લોકોને કારમાં વધુ ફાયદો અને સુવિધા મળશે. UK સરકાર તરફથી ઈલેક્ટ્રોનિક કાર મેન્યુફેક્ચરીંગ માટે એક આગવી પોલિસી જરૂરી છે. સરકારે કાર બેટરી પ્રોડક્શન, મજબૂત ઈલેક્ટ્રીક સપ્લાય ચેન, સબસીડી સહીત ટેક્સમાં રાહત આપવા માટે વિચારવું જોઈએ. સાથે રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે આગવા ફંડ માટે પણ તેમણે રજૂઆત કરી હતી.

(6:32 pm IST)