ઇથોપિયાઃ ગેંગરેપ બાદ સૈનિકોએ મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં નાખી દીધા પથ્થર અને ખીલા
એક મહિલા પર દેશના સૈનિકોએ જ ૧૧ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હતોઃ ૧૧ દિવસ બાદ મહિલાને મૃત સમજીને ફેંકી દીધી હતી
ઇથોપિયા, તા.૧૭: આપણે એ વિચારી પણ નથી શકતા કે મહિલા સાથે સતત ૧૧ દિવસ સુધી દુષ્કર્મ કરવામાં આવ્યું હશે ત્યારે તેણીએ કેવી પીડા સહન કરી હશે. નરાધમોએ બર્બરતાની હદ વટાવતા મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં પથ્થરો અને લોખંડના ખીલા નાખી દીધા હતા. ઇથોપિયામાં એક મહિલા પર દેશના સૈનિકોએ જ ૧૧ દિવસ સુધી બળાત્કારગુજાર્યો હતો. ૧૧ દિવસ બાદ મહિલાને મૃત સમજીને ફેંકી દીધી હતી. ગામના લોકોએ મહિલાને જોઈ હતી. જે બાદમાં તેણીને હોસ્પિટલ લઈ ગયા હતા. સારવાર બાદ મહિલા સાજી થઈ ગઈ છે. મહિલાએ લોકો સામે પોતાની આપવીતી કહી છે.
મહિલાની ઓળખ છૂપાવવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મહિલાએ પોતાના પર ગુજારવામાં આવેલા અત્યાચાર અંગે તમામ લોકોને જણાવ્યું હતું. મહિલાએ કહ્યુ કે, ઘરેથી ઓફિસ જઈ રહી હતી ત્યારે સૈનિકો તેણીને ઉઠાવી ગયા હતા. બસમાં જગ્યા ન હોવાથી તેણી ચાલીને જ દ્યરે જઈ રહી હતી. રસ્તામાં સૈનિકોએ તેણીનું અપહરણ કરી લીધું હતું. જે બાદમાં કોઈ અવાવરું જગ્યા પર બાંધીને ૧૧ દિવસ સુધી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
સૈનિકોએ ૧૧ દિવસ પછી મહિલાને મૃત સમજીને ફેંકી દીધી હતી. જે બાદમાં ગામના લોકોની મહિલા પર નજર પડી હતી. ગામના લોકો મહિલાને ડોકટર પાસે લઈ ગયા હતા. અહીં ડોકટરોએ મહિલાને તપાસી તો તેઓ હચમચી ગયા હતા.
મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં પથ્થરો નાખી દેવામાં આવ્યા હતા. સાથે જ ત્રણ ઇંચ લાંબા અનેક ખીલા પણ મળ્યાં હતાં. આ લોખંડના ખીલાઓને બળજબરીથી મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં નાખી દેવામાં આવ્યા હતા.
ઇથોપિયા દેશમાં સૈનિકોનો અત્યાચાર ચાલુ જ છે. રિપોર્ટ્સ પ્રમાણે અહીં અનેક મહિલાઓ ગાયબ થઈ જાય છે. ગાયબ થયા બાદ તેમની કોઈ માહિતી નથી મળતી. મહિલાઓને અહીં ફકત સેકસની વસ્તુ ગણવામાં આવે છે.
અહીં મહિલાઓ ઘરની બહાર તો ઠીક પરંતુ દ્યરની અંદર પણ સુરક્ષિત નથી. મહિલાની હાલત જોયા બાદ ડોકટરે જણાવ્યું હતું કે, તેમની પાસે બળાત્કારના અનેક કેસ આવે છે પરંતુ આ કેસ સૌથી ખતરનાક છે.