દેશ-વિદેશ
News of Saturday, 17th April 2021

ઓએમજી..... સ્કોટલેન્ડમાં કપડાં ધોતી વેળાએ અચાનક વોશિંગ મશીનમાં થયો બ્લાસ્ટ

નવી દિલ્હી: મોબાઇલ ફોન ફાટ્યો હોવાના સમાચાર ચર્ચામાં રહેતા હોય છે પરંતુ શું તમે ક્યારેય વૉશિંગ મશીન ફાટ્યું હોય તેવું સાંભળ્યું છે? જો નથી સાંભળ્યું તો આજે એવા સમાચાર જણાવી રહ્યા છીએ. અમે એવી તસવીર બતાવી રહ્યા છીએ જેમાં કપડાં ધોતી વખતે વૉશિંગ મશીનમાં બ્લાસ્ટ થયો હતો. બનાવ સ્કૉટલેન્ડનો છે. સ્કૉટલેન્ડની એક મહિલાએ સોશિયલ મીડિયા પર અમુક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે રસોડામાં રાખવામાં આવેલા વૉશિંગ મશીનમાં બ્લાસ્ટ થઈ ગયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કિચનના સિંકનું આખું ડ્રેનિંગ યુનિટ ગાયબ થઈ ગયું હતું. કાચ તૂટીને તેના ટૂકડા રસોડામાં ફેલાઈ ગયા હતા.

          મહિલાએ જણાવ્યું કે, એવું વિચારીને થરથરી ઊઠું છું કે જો મારા પરિવારનું કોઈ સભ્ય ત્યાં હાજર હોત તો તેની હાલત શું થતી. સોશિયલ મીડિયામાં ઘટનાની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. Laura Birrel નામની મહિલાએ રવિવારે ફેસબુક પર અમુક તસવીરો પોસ્ટ કરી છે અને લખ્યું છે કે, "મેં અનેક વખત સાંભળ્યું છે કે ઘરથી બહાર જતી વખતે વૉશિંગ મશીનને ચાલુ મૂકવું જોઈએ. મને ખુશી છે કે હું ઘરે હતી જ્યારે મારા વૉશિંગ મશીનમાં બ્લાસ્ટ થયો હતો. વૉશિંગ મશીનમાં બ્લાસ્ટથી ઘરમાં કાચના ટૂકડા ફેલાઈ ગયા હતા. એવું લાગી રહ્યું હતું કે જે જાણે વિસ્ફોટ થયો છે."

(5:22 pm IST)