દેશ-વિદેશ
News of Monday, 17th May 2021

તો આ કારણોસર લોકો દુબઈમાં વસવા માટે જઈ રહ્યા છે....

નવી દિલ્હી: એક ચોક્કસ સમય બાદ દુબઈ દુનિયાભરના ધનિકોને આકર્ષી રહ્યું છે. પણ વખતે કારણ માત્ર પ્રવાસન નથી. દુનિયાના અનેક દેશમાંથી આવીને ધનિકો અહીં આશરો શોધી રહ્યા છે. કોરોના વાયરસની મહામારીના કાળમાં ધનિક પરિવારોમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લોકો દુબઈ સિટીમાં એક આલિશાન આશિયાનો શોધી રહ્યા છે. લોકોની યાદીમાં ભારત સહિત અનેક દેશના લોકો સામિલ છે. લંડનના ક્રિસ્ટોફર રીચની વાત કરવામાં આવે તો તેઓ ત્રણ દાયકાથી અહીં વસવાટ કરી રહ્યા છે. પણ મહામારીથી કંટાળી તેણે પોતાનું એક આલિશાન ટાઉનહાઉસ વેચીં નાખ્યું અને પોતાના પરિવાર સાથે નવી લાઈફ શરૂ કરવા માટે દુબઈ પહોંચી ગયા છે. એટલું નહીં ફ્રાંસના કેટલાક વેપારીઓએ પણ આવું કર્યું છે. ધનિકોના પગલાંને કારણે દુબઈમાં પ્રોપર્ટીના ભાવ એકાએક વધી ગયા છે. કોરોના વાયરસને કારણે અનેક દેશમાં લોકડાઉન અને કર્ફ્યૂની સ્થિતિ છે. પણ દુબઈમાં વ્યાપાર વ્યવસાય ચાલું છે. એટલું નહીં અહીં વેક્સીન પણ પ્રાપ્ય છે.

          ભારતની વાત કરવામાં આવે તો વેક્સીનેશન ઘણું ધીમું છે. હાલમાં દુબઈમાં ત્રણ રસી પ્રાપ્ય છે. ધનિકોને આકર્ષવા માટે આરબ અમિરાતે વર્ક વિઝા, નિવૃતિ વિઝા અને લોંગ ટર્મ વિઝા ધારકોને પણ વેક્સીન માટેની મંજૂરી આપી દીધી છે. જ્યારે દુબઈમાં વેક્સીનેશન માટે રેસિડેન્ટ વિઝા અનિવાર્ય છે. વસ્તુ છે જે ધનિકોને આકર્ષે છે. કેટલાક લોકો અહીં આલિશાન વિલા અને પેન્ટ હાઉસ કે ફ્લેટ ખરીદી રહ્યા છે. એટલું નહીં વૈશ્વિક માર્કેટમાં રોકાણ કરનારા હવે દુબઈમાં રોકાણ કરી રહ્યા છે. પ્રોપર્ટીના અનેક વેપારીઓએ દુબઈમાં જમીન માટે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. સસ્તા દરે ઘર ખરીદ્યા છે.

(5:34 pm IST)