દેશ-વિદેશ
News of Monday, 17th May 2021

કેલિફોર્નિયામાં લોટરીની ટિકિટ જીતનાર મહિલાએ કર્યો અનોખો દાવો:જાણીને સહુ કોઈના હોશ ઉડી જશે

નવી દિલ્હી: સામાન્ય જિંદગીમાં કપડાં ધોવામાં સાથે અગત્યના કાગળ કે ખિસામાં રહેલી 100-500ની નોટ ધોવાઈ જાય એવું તો બનતું હોય છે પણ 20 કરોડ રૂપિયા ધોવાઈ જાય એમ બને? હા બને. દુનિયા ખૂબ મોટી છે અને જિંદગીમાં આવી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે. આવી એક ઘટનામાં આશરે વીસ કરોડની મોટી લોટરી જીતનાર હવે એનો દાવો કરી શકે એમ નથી કારણ કે ટિકિટ કપડાં સાથે ધોવાઈ ગઈ છે. 26 મિલિયન ડૉલર (અંદાજે 19 કરોડ 52 લાખ રૂપિયા)નું ઇનામ ધરાવતી કેલિફોર્નિયાની લૉટરી જીતવાનો દાવો કરનાર મહિલાનું કહેવું છે કે તેમનાંથી ટિકિટ નષ્ટ થઈ ગઈ છે.

મહિલાએ જણાવ્યું કે લૉટરી ટિકિટ તેમનાં પેન્ટનાં ખીસાંમાં હતી અને પેન્ટ ધોવામાં ટિકિટ ધોવાઈ ગઈ છે. જે ટિકિટને સુપરલૉટો પ્લસ લૉટરીનું પ્રથમ ઇનામ મળ્યું છે તે નવેમ્બર મહિનામાં નોરવોક શહેરમાં આવેલા એક સુપર માર્કેટમાં વેચવામાં આવી હતી. શહેર લોસ એન્જલસની નજીક છે.

(5:35 pm IST)