દેશ-વિદેશ
News of Thursday, 17th September 2020

સૌથી મોટા ડોળા કાઢવાનો પણ વર્લ્ડ રેકોર્ડ

લંડન,તા.૧૭ : વિશ્વ રેકોર્ડ બનાવવા માટે લોકો વિચિત્ર હરકત કરતા હોય છે. જોકે અનેક વખત લોકો એવા વિચિત્ર રેકોર્ડ બનાવતા હોય છે કે વાત ન પૂછો. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વિડિયો અપલોડ કરાયો છે જેમાં કિમ ગુડમેન નામની મહિલા ડોળા કાઢે છે. તેના ડોળા આંખની પાંપણની બહાર લગભગ ૧૨ મિલીમીટર જેટલા બહાર નીકળી આવે છે. આ વિડિયો જોનારા એક યુઝરનું કહેવું છે કે ભલે જોવામાં ડરામણું છે, પણ વારંવાર જોવાનું મન થાય છે અને સવાલ થાય છે કે આંખના ડોળા આટલાબધા બહાર કેવી રીતે નીકળતા હશે?

(2:42 pm IST)