દેશ-વિદેશ
News of Tuesday, 18th May 2021

લંડનમાં હાથીઓનું વિશાળ ઝુંડ : લાકડાની પ્રતિકૃતિઓએ સર્જયુ આકર્ષણ

લંડન : હાથીના સહઅસ્તીત્વની માણસને ઓળખ થાય તેવા હેતુથી લંડનના બકીધમ પેલેસ બહાર ધ મોલ પાસે હાથીઓનું વિશાળ ઝુંડ મુકવામાં આવ્યુ. પણ તમને આશ્ચર્ય પમાડે એવી વાત એ છે કે આ હાથી અસલી નહીં તેમની પ્રતિકૃતિઓ હતી. ધ મોલ સામેના આ પ્રદર્શનનો હેતુ હાથીઓના સંરક્ષણ માટે લોકોને ઢંઢોળવાનો છે. આ પ્રદર્શનનું આયોજન એલીફન્ટ ફેમીલી ટ્રસ્ટ દ્વારા એક અભિયાનના ભાગરૂપે કરાયુ હતુ. અંદાજીત નાના મોટા ૧૦૦ જેટલા હાથી મોડેલના રૂપમાં પ્રદર્શીત કરાયા હતા. આ પ્રદર્શનનમાં જોવા મળેલ હાથીઓનું કનેકશન ભારત સાથે પણ છે. કેમ કે તેમાની જે પ્રતિકૃતિઓ હતી એ ભારતના તામીલનાડુના કેટલાક સમુદાયે લૈટાના લાકડામાંથી તૈયાર કરી હતી. આ લાકડુ આમેય વન્ય જીવોની સુરક્ષા માટે જંગલમાંથી દુર કરવાનું હોય છે. હાથીઓનું આ પ્રદર્શન જુનના પ્રથમ સપ્તાહ સુધી લંડનના વિવિધ સ્થળો પર યોજાતુ રહેશે.

(3:07 pm IST)