દેશ-વિદેશ
News of Saturday, 18th September 2021

પડોસણ મારા પતિને અંડરગાર્મેન્ટ્સ બતાવે છે, તેની ધરપકડ કરો

મેકિસકોની ઘટના : મહિલાની અજીબોગરીબ ફરિયાદ : જાહેરમાં કપડા સુકવવા કોઇ ગુનો ન હોવાથી પોલીસ પણ લાચાર

મેકિસકો,તા.૧૮: પોલીસ પાસે ઘણી વાર એવા કેસ આવી છે કે તે વિમાસણમાં મુકાઇ જાય છે. પોલીસ માટે ઘણી વાર પગલાં લેવાનું પગલાં ન લેવા કરતા વધુ ખતરનાક બની જાય છે. આવા જ આ કેસમાં એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ છે કે તેની પડોસણ તેના પતિને અંડરગાર્મેન્ટ બતાવે છે. આ પડોસણ તેના ઘરની સામે જ કપડા સુકવે છે. પતિ પણ રજાના દિવસે ઘરની આજુબાજુ આટાફેરા મારતો રહે છે.

હકીકતમાં આ કેસ મેકિસકોનો છે. ફરિયાદકર્તા મહિલાનું નામ યુવિજા છે. તેને ફરિયાદ કરી છે ક. પડોશણની તાત્કાલિક ધરપકડ કરીને જેલમાં નાખવામાં આવે છે. જો પોલીસ પગલાં નહીં ભરે તેનો જીવસંસાર તૂટી જશે અને તે કોઇ પગલુ ભરી બેસશે

મહિલાએ આરોપી મૂકયો હતો કે પડોસણ જાણીજોઇને પોતાના અંડરગાર્મેન્ટસ બગીચામાં સુકવે છે જેથી તેનો પતિ આકર્ષિત થાય. આ મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે પડોસણ ઘણી વાર તેના અંડરગ્રામેન્ટ્સ તેને પતિને પણ બતાવે છે.

આ મહિલાએ જણાવ્યું હતુ કે તેને પડોસણને સમજવાના ઘણા પ્રયાસ કર્યા છે. પરંતુ તે માનવા તૈયાર નથી. મારા પતિને ઓફિસમાં રજા હોય ત્યારે જ ત્યારે પડોસણ આવા અડપલા કરે છે. પતિ પણ રજાના દિવસે ઘરની આજુબાજુ આટાફેરા કરતો રહે છે.

મહિલાની આ અજીબોગરીબ ફરિયાદથી પોલીસ પર પરેશાન છે કે કરે તો કયાં કરે કારણ કે ખુલ્લામાં કપડા સુકવવા કોઇ ગુનો નથી. યુવિજા અને તેની પડોસણ વચ્ચે સમાધાન કેવી રીતે કરાવવું તે પોલીસને સમજમાં ન આવતા આ મુદ્દો અધિકારીઓ પાસે પહોંચ્યો હતો. પોલીસની ટીમે મહિલાને સમજાવી હતી કે જાહેરમાં કપડા સુકવવા તે કોઇ ગુનો નથી. પોલીસ બંને મહિલાને એક સાથે બેસાડીને સુલેહ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે ફરિયાદકર્તા મહિલા હઠ લઇને બેઠી છે કે પડોસણની ધરપકડ કરવામાં આવે. હજી સુધી પોલીસે આ મામલે કોઇ કાર્યવાહી કરી નથી. 

(10:02 am IST)