દેશ-વિદેશ
News of Saturday, 18th September 2021

અમેરિકામાં આ કલ્પવૃક્ષ આપે છે એક સાથે 40 જુદાજુદા ફળ

નવી દિલ્હી: વાસ્તવમાં કૃષિ ક્ષેત્રમાં આવનારી નવી ટેકનોલોજીના લીધે ટ્રી ઓફ ૪૦નું પ્પ્ન સાકાર થયું છે. ન્યૂયોર્કમાં રહેતા સેમ વોન એકેન સેરાક્યુઝ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટસના પ્રાધ્યાપક છે. તેમને આ પ્રકારના અનોખા વૃક્ષનો વિચાર આવ્યો. તેમની ખેતીમાં વધારે રસ હતો.

પ્રોફેસરે 2008માં જુદા-જુદા ફળોના વૃક્ષની શાખાઓને એકસાથે જોડીને પોતાના આ પ્રકારના વૃક્ષની તૈયારી કરી હતી. ગ્રાફ્ટિંગ ટેકનિકમાં વૃક્ષની એક ડાળખીને કળી સાથે જુદી કરવામાં આવે છે. પછી શિયાળામાં તેને મુખ્ય વૃક્ષમાં રોપી દેવાય છે. આ વૃક્ષની કિંમત પણ તેના જેવી અચંબિત કરનારી છે. અહેવાલ મુજબ તેની કિંમત 19 લાખ રુપિયાની નજીક છે. પ્રાધ્યાપક વેન એકેને સાત રાજ્યોમાં આવા 16 વૃક્ષ લગાવ્યા છે. સ્ટેન્ફોર્ડ પબ્લિક આર્ટ કમિટી સાથે જોડાયેલા કેટલાક નિષ્ણાતોએ પણ આ પ્રકારના વૃક્ષની શોધ કરી છે.

(5:22 pm IST)