દેશ-વિદેશ
News of Wednesday, 18th November 2020

ફ્રાંસના રક્ષામંત્રીએ અલકાયદાના નેતાને ઠાર માર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: ફ્રાંસના રક્ષા મંત્રી ફલોરેંસ પાર્લીએ શુક્રવારે કહ્યું કે દેશની સેનાએ માલીમાં અલકાયદાના ઉત્તરી આફ્રિકા વિંગના સૈન્ય નેતા બાહ અગ મૂસાને ઠાર માર્યો છે.પાર્લીએ કહ્યું કે આતંકવાદ વિરોધની અમારી લડાઇની એક મોટી સફળતા છે. બાહ અગ મૂસાને માલિયાન અને આંતરાષ્ટ્રીય દળો પર અનેક હુમલા માટે જવાબદાર માનવામાં આવતો હતો.જેહાદી આતંકી સંગઠવે માલી અને તેને અડીને આવેલા દેશ બુર્કીના ફાસોમાં સેકડો સૈનિકો અને સામાન્ય નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

         હજુ થોડા દિવસ પહેલાં ફ્રાંસમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ફ્રાંસ ધુંઆપુઆ હતું અને આતંકવાદીઓનો ખાતમો બોલાવવા તત્પર હતું.એમાં અલકાયદા જેવા આતંકી સંગઠનના નેતાને મોતને ઘાટ ઉતારીને ફ્રાંસે આતંકવાદી હુમલાનો બદલો લઇ લીધો છે.

(6:12 pm IST)