તાલિબાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીમાં અફઘાનિસ્તાને એક જ મહિનામાં 70 તાલિબાની કમાન્ડરોને મોતનેઘાટ ઉતાર્યા
નવી દિલ્હી: તાલિબાની આતંકવાદ સામે ઝઝૂમી રહેલા અફધાનિસ્તાને સૈન્ય કાર્યવાહી કરતા એક જ મહિનામાં 70 તાલિબાની કમાન્ડરોનો ખાતમો કરી નાખ્યો હતો. રવિવારે અફઘાન ઇન્ટિરિયર અફેર્સ વિભાગે એક યાદી બહાર પાડતા એલાન કર્યુ હતું કે હેલમંદ અને કાંધારમાં આ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી હતી. મંત્રાલયના નિવેદન મુજબ અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકી હુમલાઓના જવાબમાં અફઘાની સુરક્ષાદળોએ આ મિશન હાથ ધર્યુ હતું.
યાદી મુજબ માર્યા ગયેલા 70 તાલિબાની કમાન્ડરોમાંથી 20 હેલમંદના અલગ-અલગ વિસ્તારોમાં 45-100 આતંકીઓના સમૂહનું નેતૃત્વ કરી રહ્યા હતા, જ્યારે 40 જેટલા કમાન્ડર કાંધારમાં માર્યા ગયા.
અફઘાન પ્રશાસન મુજબ અપાયેલી માહિતી મુજબ હેલમંદમાં માર્યા ગયેલા 10 કમાન્ડર ઉરુજગા, કાંધાર અને ગજનીથી આવ્યા હતા. અફઘાન સરકારે પત્રકાર પરિષદમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે હેલમંદ પ્રાંતમાં ઓછામાં ઓછા 152 પાકિસ્તાની લડાકુઓ માર્યા ગયા હતા.