દેશ-વિદેશ
News of Thursday, 18th November 2021

હનીમૂનની તસવીરોએ મચાવ્યો ખળભળાટ!

આ વ્યકિતએ એક જ મંડપમાં નવ મહિલાઓ સાથે કર્યા લગ્ન

પરિણીત હોવા છતાં બ્રાઝિલની એક મોડલે એક સાથે નવ મહિલાઓ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધાઃ મોડલની પહેલી પત્નીને પણ આમાં કંઈ ખોટું દેખાતું નથી

નવી દિલ્હી, તા.૧૮: બ્રાઝિલમાં એક વ્યકિતએ એક-બે નહીં પરંતુ નવ મહિલાઓ સાથે લગ્ન કર્યા છે, તે પણ એક જ મંડપમાં. સાઓ પાઉલો શહેરના કેથોલિક ચર્ચમાં યોજાયેલા આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નવ મહિલાઓ સાથે લગ્ન કરનાર બ્રાઝિલિયન મોડલ આર્થર ઓ ઉર્સો કહે છે કે તેણે 'ફ્રી લવ'ની ઉજવણી કરવા માટે આવું કર્યું હતું.

'ડેઇલી સ્ટાર'ના અહેવાલ મુજબ, મોડલ આર્થર ઓ ઉર્સો પહેલેથી જ પરિણીત છે અને તેણે પોતાના હનીમૂનની હોટ તસવીરો શેર કરીને ખળભળાટ મચાવ્યો હતો. હવે એકસાથે નવ મહિલાઓ સાથે લગ્ન કરીને તે ફરી ચર્ચામાં આવી ગયો છે. તેનું કહેવું છે કે તે એક મહિલા સાથે લગ્ન કરવાની પરંપરાની વિરુદ્ઘ છે અને તેથી જ તેણે એક જ મંડપમાં નવ મહિલાઓ સાથે લગ્ન કરીને મોનોગેમી વિરુદ્ઘ અવાજ ઉઠાવ્યો છે.

બ્રાઝિલિયન મોડલ તેની પહેલી પત્ની સાથે લુઆના કાઝાકી સાથે હનીમૂન માટે ફ્રાન્સ ગઈ હતી. ત્યાંથી તેણે આવી જ કેટલીક તસવીરો શેર કરી હતી, જેનાથી ખળભળાટ મચી ગયો હતો. બંને ફ્રાન્સના દ્યણા શહેરોમાં નગ્ન થઈને ફરતા હતા. જો કે, આ માટે તેમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમને તેનાથી કોઈ ફરક પડ્યો નથી.

આ કપલે કોરોના મહામારી દરમિયાન લોકોને સેકસ સંબંધિત ટિપ્સ આપીને હેડલાઇન્સ પણ બનાવી હતી. બંનેએ કહ્યું હતું કે અમે એવા લોકોને સેકસ માટે પ્રેરિત કર્યા, જેમનું જીવન કોરોનાને કારણે ઘરની બાઉન્ડ્રી વોલ સુધી સીમિત હતું. અમે તેમને અલગ-અલગ પોઝિશનથી લઈને દરેક નાની-નાની વાત જણાવી, જેથી તેઓ વધુ સારા શારીરિક સંબંધનો આનંદ માણી શકે.

(3:29 pm IST)