દેશ-વિદેશ
News of Saturday, 19th November 2022

ચીનના આંતરિક મંગોલિયાના પરદેશમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત 12 દિવસ સુધી ઘેટાનું ટોળું ફરતું રહ્યું

નવી દિલ્હી: ચીનના આંતરિક મંગોલિયાના પ્રદેશમાં છેલ્લા બે અઠવાડિયાથી ઘેટાંનું ટોળું સતત ગોળ-ગોળ ફરતું રહ્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે. એટલું જ નહીં સતત આ ઘેટાનું ટોળું બે અઠવાડિયામાં એક પણ વખત ઉભી રહી નથી. આ ઘેટાનું ઝુંડ ઝોમ્બીની જેમ સતત ચાલી રહી હતી. આ વીડિયોને લોકો સતત વાયરલ કરી રહ્યા છે. આ ડરાવનાર ફુટેજને જોઈ ઘણા લોકો ડરી ગયા છે. તો કેટલાક લોકો આ આશ્ચર્યજનક બાબતને પ્રલયનો સંકેત પણ માની રહ્યા છે. 

ઘેટાઓના માલિક મિઆઓએ કહ્યું કે, કેટલાક ઘેટાંઓમાં વિચિત્ર વર્તન જોવા મળ્યું હતું, જોકે ત્યારબાદ ધીમે ધીમે આખું ટોળું ગોળ-ગોળ ફરવા લાગ્યું. મિઆઓના ખેતરમાં ઘેટાઓના 34 જેટલા વાડા છે. જોકે માત્ર 13 નંબરના વાડામાં રહેલા ઘેટાઓમાં જ આ વિચિત્ર પ્રકારનું વર્તન જોવા મળ્યું હતું. કેટલાક લોકોનું માનવું છે કે, ઘેટાઓમાં આ વર્તન સામાન્ય છે, જોકે અન્ય લોકોને લાગે છે કે, આ વિચિત્ર ઘટનાના કારણે કંઈક અન્ય ખતરનાક થવાની સંભાવના છે. આ ઝુંડનો ગોળ ફરતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો જોઈ લોકો પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો જોયા બાદ કેટલાક યુજર્સો આ ઘટનાને મોટી આફતના સંકેત તરીકે જોઈ રહ્યા છે.

(6:56 pm IST)