દેશ-વિદેશ
News of Monday, 20th March 2023

આ છે વિશ્વનો સૌથી સુખી દેશ

નવી દિલ્હી: તમને ક્યારેય સવાલ થયો હશે કે, દુનિયાના સૌથી ખુશ લોકો ક્યાં રહે છે? અથવા એવો કયો દેશ છે જે દુનિયાનો સૌથી ખુશ દેશ છે. વર્લ્ડ હેપ્પી ઇંડેક્શમાં ઘણાં વર્ષોથી નંબર વન પર રહેલો દેશ છે ફિનલેન્ડ. ફિનલેન્ડ વિશ્વના સૌથી વિકસિત દેશોમાંનો એક છે. જ્યાં દરેક નાગરિકને આર્થિક સુરક્ષા, ભથ્થાની સાથે એવા અનેક અધિકારો અને સુવિધાઓ મળી છે કે, જો તેઓ નોકરી ગુમાવશે તો શું થશે તે ક્યારેય વિચારવું પડતું નથી અથવા જો તેઓ વૃદ્ધ થઈ જાય અને પૈસા ન હોય તો શું થશે અથવા અકસ્માત કે તબિયત નાદુરસ્ત થાય તો સારવાર કેવી રીતે થશે? આ તમામ જવાબદારી સરકાર લે છે. જોકે અહીં લોકોની આવક ઘણી છે. ફિનલેન્ડ સૌથી સ્થિર અને સલામત દેશ છે. વર્ષ 2015માં અહીં એક લાખની વસ્તી પર હત્યાનો દર માત્ર 1.28 ટકા છે. અહીંની કુલ વસ્તી 55 લાખ છે.

 

(7:30 pm IST)