દેશ-વિદેશ
News of Tuesday, 20th July 2021

ચીનના મંગોલિયાના ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં મુશળધાર વરસાદના કારણોસર આવેલ પુરમાં 16 હજારથી વધુ લોકોની હાલત કફોડી

નવી દિલ્હી: ચીનના ભીતરી મંગોલિયાના ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં મુશળધાર વરસાદના કારણોસર હુલુંનબુઇર માં બે પુલ ઘસી જવાના કારણોસર 16 હજારથી વધુ લોકો તેનાથી પ્રભાવિત થઇ રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. ચીનના જળ મંત્રાલયે સોમવારના રોજ જણાવ્યું હતું કે રવિવારના રોજ બપોરના સમયે પુલ ધસી જવાના કારણોસર લોકોના જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા જળ ભંડારણ ક્ષમતા માટે 46 મિલિયન ક્યુબિક મીટરના સંયુક્ત જળાશય બનાવવામાં આવ્યા હતા આ ડેમ તૂટવાના કારણોસર નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:05 pm IST)