દેશ-વિદેશ
News of Friday, 20th November 2020

ઓસ્ટ્રેલિયાના સૈનિકોએ અફઘાનિસ્તાનમાં પ્રેક્ટિસ માટે 39 લોકોને ઠાર કર્યા હોવાની માહિતી

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના ડિફેન્સ ફોર્સ ચીફ જનરલ એન્ગસ કેમ્પબેલના ખુલાસાએ વિશ્વને ચોંકાવી દીધું છે. એન્ગસે વોર ક્રાઈમનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં તહેનાત તેમના સૈનિકોએ 39 નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી. આ ગુનો કરનારા મોટાભાગના સૈનિકો ઓસ્ટ્રેલિયાના હતા. જે પ્રથમ વખત યુદ્ધના મેદાનમાં ઉતર્યા હતા. આ સૈનિકોએ માત્ર પ્રેક્ટિસના નામે નિર્દોષ લોકોની ગોળીઓથી હત્યા કરી હતી. અફઘાનિસ્તાનમાં તહેનાત વિદેશી સૈનિકો પર પહેલા પણ આ પ્રકારના આરોપો લાગ્યા છે. ઓસ્ટ્રેલિયાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટે ચાર વર્ષ સુધી આ આરોપીઓની તપાસ કરી. તેના માટે ત્રણ લોકોની ટીમ બનાવવામાં આવી હતી. તેમાં એક જજ પણ સામેલ હતા. આ દરમિયાન 400 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. 19 સૈનિકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ તમામ પર હત્યાનો આરોપ નોંધવામાં આવ્યો છે અને કેસ તેને સંલગ્ન કલમોમાં ચાલશે.

(5:29 pm IST)