દેશ-વિદેશ
News of Friday, 20th November 2020

પાકિસ્તાનમાં મળી આવ્યું 1300 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુજીનું મંદિર

નવી દિલ્હી:પાકિસ્તાનમાં 1300વર્ષ પહેલા બનેલ એક હિન્દૂ મંદિરની ખોજ પાકિસ્તાની અને ઇટાલવી પુરાતાત્વિક વિશેષજ્ઞોએ ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનના સ્વાત જિલ્લાના એક પહાડ પર કરી હોવાનું માલુમ પડી રહ્યું છે. બારીકોટ ધુડીમાં ખોદકામ દરમ્યાન આ મંદિરની  શોધ થઇ છે. ખૈબર પખ્તુનખ્વાના પુરાતત્વ વિભાગના ફઝલ ખલીકે ગુરુવારના રોજ આ શોધ થઇ હોવાની માહિતી આપી છે. આ મંદિર ભગવાન વિષ્ણુનું હોવાનું માલુમ પડી રહ્યું છે.

            વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ મંદિર 1300 વર્ષ પહેલા હિન્દૂ શાહી કાળ દરમ્યાન બનાવવામાં આવ્યું હતું હિન્દૂ શાહી અથવા કાબુલ શાહી એક હિન્દૂ રાજવંશ હતો જેને કાબુલ ઘાટી,ગાંધાર અને વર્તમાન ઉત્તર પશ્ચિમ ભારતમાં શાસન કર્યું હતું।

(5:31 pm IST)