દેશ-વિદેશ
News of Saturday, 20th November 2021

અમેરિકામાં પેઇનકિલરના ઓવરડોઝથી થયા આટલા લોકોના મોત

નવી દિલ્હી  : લૉકડાઉન દરમિયાન કોરોનાથી બચવા માટે અમેરિકનોએ પેઇનકિલરનો બેફામ ઉપયોગ કર્યો. તેના કારણે મે, 2020થી એપ્રિલ, 2021 દરમિયાન પેઇનકિલરના ઓવરડોઝથી એક લાખ અમેરિકનોનાં મોત થયાં. અમેરિકન એજન્સી સીડીસીના રિપોર્ટ મુજબ ડ્રગ ઓવરડોઝથી થતાં મોતમાં ગત વર્ષની તુલનાએ 30% વધારો થયો છે જ્યારે છેલ્લાં પાંચ વર્ષમાં આ આંકડો બમણો થઇ ચૂક્યો છે. ડ્રગ ઓવરડોઝનો આ આંકડો અમેરિકામાં કોરોનાકાળની આડઅસર તરીકે સામે આવ્યો છે. કોરોનાથી અમેરિકામાં અત્યાર સુધીમાં 7.75 લાખથી વધુ મોત થઇ ચૂક્યાં છે. મે, 2020થી એપ્રિલ, 2021ના ગાળામાં લગભગ 5 લાખ મોત થયાં. સીડીસીના જણાવ્યાનુસાર એક લાખમાંથી સૌથી વધુ 64 હજાર મોત સિન્થેટિક પેઇનકિલર ફેન્ટેનિલથી થયાં છે. ફેન્ટેનિલ મૉર્ફિનથી લગભગ 100 ગણી વધુ તેજ હોય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડ્રગ એબ્યુઝની ડૉ. નોરા વોલકોવના કહેવા મુજબ મહામારી દરમિયાન લોકોએ પેઇનકિલરનો ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ કર્યો છે.

(5:16 pm IST)