દેશ-વિદેશ
News of Saturday, 21st November 2020

ફેસબુકનો ચોંકાવનારો ખુલાસો:અંદાજે 10 હજારમાંથી 11 પોસ્ટ ફેલાવી રહી છે નફરત

નવી દિલ્હી: ફેસબુકે પહેલી વખત હેટ સ્પીચનો સત્તાવાર અહેવાલ રજૂ કર્યો છે. એ પ્રમાણે ફેસબુકની સરેરાશ ૧૦ હજાર પોસ્ટમાંથી ૧૦થી ૧૧ પોસ્ટ નફરત ફેલાવે છે. જોકે, ફેસબુકે દાવો કર્યો હતો કે ૯૫ ટકા સુધીની આવી વાંધાજનક પોસ્ટ કંપનીએ ડિલિટ કરી દીધી છે. હેટસ્પીચ મુદ્દે ફેસબુકની અવારનવાર ટીકા થાય છે. ફેસબુકે સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરનો અહેવાલ રજૂ કર્યો હતો. એ અહેવાલમાં પ્રથમ વખત હેટસ્પીચ એટલે કે નફરત ફેલાવતી પોસ્ટ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. અહેવાલ પ્રમાણે ફેસબુકના પ્લેટફોર્મ પર પબ્લિશ થતી ૧૦ હજાર પોસ્ટમાંથી ૧૦થી ૧૧ પોસ્ટ નફરત ફેલાવે તેવી વાંધાજનક હોય છે. ફેસબુકના કહેવા પ્રમાણે ૦.૧૦ કે ૦.૧૧ ટકા પોસ્ટ વાંધાજનક હોય છે. ફેસબુકે તેને ગંભીર બાબત ગણાવી હતી.

(5:39 pm IST)