દેશ-વિદેશ
News of Thursday, 10th June 2021

ગજબ સાહસ! પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે

લંડન,તા. ૧૦: કોઇ પણ વ્યકિતનું જયારે દાંપત્યજીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હોય, પરંતુ તેનું બહાર પણ કોઇની સાથે અફેર હોય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય તે તો કદાચ તમને ખ્યાલ જ હશે. એવામાં બંને મહિલાઓ એકબીજાના ચહેરા જોવાનું પસંદ નહીં કરે. પરંતુ સ્કોટલેન્ડમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે.

સ્કોટલેન્ડ ની એલિઝાબેથ લિંડસેએ ટિકટોક પર એક વીડિયો શેર કર્યો. તેમાં તેણીએ જણાવ્યું કે, 'તેના પતિની ગર્લફ્રેન્ડએ તેઓને એક ગિફ્ટ મોકલી છે, આ સાથે એક અકલ્પનીય વાત પણ લખી મોકલી છે. જેનાથી હું હેરાન છું.' હાલમાં સોશિયલ મીડિયામાં તેનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં એલિઝાબેથ એક ગિફ્ટને ખોલતી જોવા મળી રહી છે. આ ગિફ્ટ તેને એ મહિલાએ મોકલી હતી કે, જે તેના પતિ સાથે રિલેશનશિપમાં હતી. ગિફ્ટમાં ત્રણ અલગ-અલગ પ્રકારની કુકીઝ હતી, જેની આઇસિંગ પર લખ્યું હતું કે, એલિઝાબેથ માટે ખાસ મેસેજ.' દરેક મેસેજ જોતાની સાથે જ એલિઝાબેથ વધારે ઉત્ત્।ેજિત થઇ જતી. તેમાં લખ્યું હતું કે, શ્નતારા પતિ સાથે અફેર માટે મને માફ કરી દે.

ગિફ્ટ બોકસ ખોલતા જ જે પ્રથમ બિસ્કિટ એલિઝાબેથને મળ્યું છે, તેની પર ડાયરેકટ તેના પતિ સાથે અફેર કરવા માટે માફી માંગી છે. ટિકટોક વીડિયોના આધારે શેર કરવામાં આવેલ આ ગિફ્ટને ખોલતી વખતે એલિઝાબેથ જણાવે છે કે, તેની સૌતનને પતિના લગ્ન થયા હોવાની જાણ ન હોતી. એવું જ બીજા બિસ્કિટ અને ત્રીજા બિસ્કિટમાં એલિઝાબેથ માટે એવાં મેસેજ હતાં, કે જેને વાંચતા જ તે પોતાનું હાસ્ય ન હોતી રોકી શકી. એક કુકી પર મેસેજ હતો કે, ‘you’re so shady’, આ વાત તેના પતિએ તેની માટે કહી હતી. બાદમાં અંતિમ બિસ્કિટમાં તેની સૌતનએ તેને અને ખુદને એક જ પરિસ્થિતિમાં માની બહેન પણ બનાવી લીધી.

તેની સૌતન પણ પતિ સાથે બ્રેકઅપ કરી ચૂકી છે અને તે ગિફ્ટ પણ તેની જ એનિવર્સરી પર મોકલવામાં આવી હતી. આ વીડિયો પર લોકોએ ખૂબ જ રસપ્રદ પ્રતિક્રિયા આપી હતી. કોઇએ કુકીઝ બનાવનારાઓની પણ પ્રશંસા કરી હતી, તો કોઇએ તે મહિલાની હિંમતને પણ દાદ આપી હતી.

(10:18 am IST)